Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માર્કેટયાર્ડ અમરેલીના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ સંઘાણી

અમરેલી તા. ૧૪: માર્કેટયાર્ડનાં વાઇસ ચેરમેનની ચુંટણી માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઇ નાકરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. ચુંટણીમાં ૧૭ ડીરેકટરોએ મત આપવાના હય વે જેમાં ખેડૂત વિભાગનાં ૮ (આઠ), ખરીદ-વેચાણ મંડળી વિભાગનાં ર (બે), વેપારી વિભાગનાં ૪ (ચાર) તથા સરકારશ્રી દ્વારા નિયુકત ૩ (ત્રણ) પ્રતિનિધિઓ, (૧) શ્રી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, સહકારી મંળીઓ, અમરેલી (ર) જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, અમરેલી (૩) નગરપાલીકા, અમરેલીનાં પ્રતિનિધિ હોય છે.

વા. ચેરમેન તરીકે શૈલેષભાઇ સંઘાણી દરખાસ્ત પી. પી. સોજીત્રા એ મુકેલ અને તેને જયેશભાઇ નાકરાણીએ ટેકો આપેલ હતો. બીજા કોઇ ડીરેકટરનું વાઇસ ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતું. માત્ર એકજ ફોર્મ આવતા ચુંટણી અધ્યક્ષ મોહનભાઇ નાકરાણીએ બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા.

વા. ચેરમેનશ્રી તરીકે શૈલેષભાઇ સંઘાણી બિનહરીફ ચુંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના ડીરેકટરશ્રીઓ, પી. પી. સોજીત્રાસાહેબ, ધીરૂભાઇ ગઢીયા, કૌશિકભાઇ વેકરીયા, ચતુરભાઇ ખુંટ, વિનુભાઇ નાકરાણી, જયેશભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, કાળુભાઇ ભંડેરી, ભુપતભાઇ મેતલીયા, ગીરીશભાઇ ગઢીયા, અને પ્રકાશભાઇ કાબરીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:41 am IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST