Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોરબીના વજેપરના ભુવાની ડીંડકલીલા ખુલ્લી પાડતી વિજ્ઞાન જાથા : ૧૧૭૯ મો સફળ પર્દાફાશ

ભુવા બાબુ કંજારીયાએ બધુ ખોટુ થયાની કબુલાત કરી : વિફરેલા લોકોના ટોળાએ રોષ ઉતાર્યો : રામા મંડળમાં રામાપીરનું પાત્ર પણ ભજવતો અને શ્રધ્ધાળુઓને ભોળવી જોવાના બહાને લાગણીઓ સાથે ખીલવાડ કરતો : રંગીન મીજાજના કારણે આ પહેલા પણ લખધીરપુરમાં મેથીપાક ચાખ્યો હતો : પોલીસ સમક્ષ કાયમ માટે કપટ બંધ કરવા કબુલાત આપતા મામલો થાળે

રાજકોટ તા. ૧૪ : મોરબીના વજેપર વિસ્તારમાં છેલ્લા ૧૭ વર્ષથી દોરા, ધાગા કરી જોવાનું કામ કરતા ભુવા બાબુ રાજા કંઝારીયાની ડીંડકલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કરેલ છે.

બનાવની જાથાએ વર્ણવેલી વિગતો મુજબ મોરબીના અરવિંદભાઇ, જગદીશભાઇ અને લલીતાબેને જાથા કાર્યાલયનો સંપર્ક કરી જ્ઞાતિના જ ભુવા બાબુ કંઝારીયાના કારણે તેમના ઉપર મેલુ કર્યાનો આક્ષેપ મુકાતા ગામમાં રહેવુ મુશ્કેલી બની ગયાની આપવીતી વર્ણવી હતી.

જાથાએ તપાસ કરાવતા ભુવા બાબુ રાજા કંઝારીયા રામાપીરનું સ્થાનક બનાવી દોરા, ધાગા કરી રોગ મટાડવાનું અને વળગાડ કાઢવાનું કામ કરતો હતો. રામા મંડળમાં રામાપીરનું પાત્ર પણ ભજવતો. તેના કારણે શ્રધ્ધાળુઓ તેમની પાસે આવતા અને તેમની લાગણીઓ સાથે ખીલવાડ કરવામાં આવતો.

લખધીરપુરમાં પણ આ રંગીન મિજાજી ભુવાને રસ્તા વચ્ચે રગદોડીને લોકોએ માર માર્યાની વાત પણ બહાર આવી હતી. ગુન્હાહીત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વિજ્ઞાન જાથાની ટીમે મોરબી સીટી એ પોલીસ સ્ટેશનની મદદ લઇ સ્થળ પર જવાનું નકકી કરેલ.

જયાં પહોંચતા જ જાથાની ટીમ અને પોલીસને જોઇ ભુવાને પરીસ્થિતીનો ખ્યાલ આવી ગયો હતો. તુરંત જ માફા માફી શરૂ કરી દીધેલ. તેમના ઘરના સભ્યો પણ રડવા લાગેલ અને હવે આવુ નહીં કરે તેવી વિનંતો કરી હતી. વજેપર વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા અને ભુવાના કરતુતો ખોટા હોવાનું જાણવા મળતા સૌએ આક્રોશ ઠાલવ્યો હતો.

ભાંગી પડેલા ભુવાએ પોલીસ અને જાથાની ટીમ સમક્ષ હાથ જોડીને માંફી માંગી હતી. દરમિયાન સગી ભાણેજને ધુણાવી જેમના ઉપર ડાકણ હોવાના આક્ષેપ ભુવાએ કરાવ્યા હતા તે લલીતાબેનની પણ પગમાં પડી માફી મંગાવવામાં આવી હતી.

હવેથી આવી કોઇ ગેરપ્રવૃત્તિ નહીં કરવાની લેખીતમાં કબુલાત આપતા જાથા અને પોલીસે મામલો અહીં પુરો કર્યો હતો.  આમ વિજ્ઞાન જાથાનો ૧૧૭૯ માં પર્દાફાશ સફળ રહ્યો હતો. તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(11:41 am IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST