Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જામકંડોરણા તાલુકા સંઘ અને પ્રોસેસીંગ મંડળીમાં જયેશ રાદડિયાની ટીમ બિનહરીફ

રાજકોટ તા. ૧૪ :.. જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે. મં. લી. ની જાહેર થયેલ ચૂંટણીમાં જયેશ રાદડીયાની પેનલ બિનહરીફ થયેલ છે. આ ચૂંટણીમાં જયેશભાઇ રાદડીયાએ પોતે ડીરેકટર પદે બિનહરીફ થયેલ જામકંડોરણા અને રાજકોટ જીલ્લામાં સ્વ. શ્રી વિઠલભાઇ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં હમેંશા દબદબો રહેલ છે. જેમના પગલે કેબીનેટ મંત્રી રાદડીયાએ સહકારી ક્ષેત્રનું આગવુ સુકાન લેતા પેનલ બિનહરીફ જાહેર થતા સહકારી આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. બિનહરીફ થયેલ સભ્યોમાં  (૧) જયેશભાઇ વિઠલભાઇ રાદડિયા, (ર) ગોબરભાઇ જીવરાજભાઇ બોદર, (૩)  વૃજલાલ કરશનભાઇ સતાસીયા (૪) ચીમનભાઇ ખીમજીભાઇ પાનસુરીયા (પ) અનિરૂધ્ધસિંહ મજુબતસિંહ જાડેજા, (૬) લીલાધરભાઇ લવજીભાઇ ભંડેરી, (૭) વિજયદાન નવલદાન માવલ, (૮) ધીરજલાલ રતીલલ હાંસલીયા, (૯) મનસુખભાઇ બાબુભાઇ પાંચાણી (૧૦) જયંતિલાલ મોહનભાઇ પાનસુરીયા (૧૧) શામજીભાઇ  મેપાભાઇ દેસાઇ (૧ર) જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ કથીરિયા, (૧૩) કિરીટસિંહ અભેસંગ જાડેજા, (૧૪) હંસરાજભાઇ નારણભાઇ પોશીયા, (૧પ) કમલેશભાઇ છગનભાઇ સોજીત્રા (૧૬) મોહનભાઇ હરજીભાઇ કથીરિયા (૧૭) ઘુસાભાઇ રાઘવજીભાઇ દૂધાત્રાનો સમાવેશ થાય છે.

જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે. મં. લી. બિનહરીફ થયેલ સભ્યોમાં (૧) મણીભાઇ વિરાભાઇ બાલધા (ર) કાળુભાઇ દાનુભાઇ જાડેજા, (૩) બળવંતસંગ રતનસંગ જાડેજા, (૪) મનસુખભાઇ ટપુભાઇ વરસાણી (પ) લલીતભાઇ વલ્લભભાઇ બાબરીયા (૬) રમણીકભાઇ આણંદભાઇ પોંકીયા, (૭) ધીરજભાઇ ભવાનભાઇ રામોલીયા (૮) ડુંગરભાઇ જીવાભાઇ અકબરીયા (૯) રમેશભાઇ ગાંડુભાઇ રાબડીયા (૧૦) ગોવિંદભાઇ ભાદાભાઇ અંટાળ, (૧૧) નિલેશભાઇ કાનજીભાઇ બાલધાનો સમાવેશ થાય છે.

(11:39 am IST)