Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

તળાજા નજીક બેબાઇક સામસામે અથડાયા : ખરકડીના યુવકનું મોત

 ભાવનગર : તળાજા નજીક ભાવનગર હાઇવે પર ફરીને બે બાઈક સવારો ની ગાફેલિયત ના કારણે રકત રંજીત બનેલ. ખરકડીના યુવકનું ભાવનગર ખસેડતા મોત નિપજલે.સખવદરનાઙ્ગ યુવકની સ્થિતિ ગંભીર છે. તળાજા ભાવનગર રોડ વર્તમાન સમયે ખડાઓથી ભરપૂર છે.બીજી તરફ ફોરલેનનું કામ ગોકળગતિએ ચાલેછે.જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ અનુભવે છે. દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. તેમ છતાંય નેશનલ હાઇવે ઓથોરિટી અને ગાંધીનગર દિલ્હીમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર ચૂપ છે. નવા બનેલ રોડ પર બે બાઈક જીબીએલ -૪૦૨૯ અને જીજે ૦૪-બીએફ ૧૨૫૪ સામસામે અથડાયા હતા.બંને બાઈક સવાર ને તળાજા અને ત્યાંથી ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવેલ.જયાં.તળાજા ના ઇસોરા ગામે સાસરું ધરાવતા અને ખરકડી ગામના ઘનશ્યામભાઈ શંભુભાઈ ભટ્ટ નું મૃત્યુ થયેલ.તળાજા ના સખવદર ગામના જીતેન્દ્ર ગોરધનભાઇ બાંભણીયાની સ્થિતિ નાજુક હતી. અકસ્માત સમયે પસાર થતા સર.ટી હોસ્પિટલના કર્મચારીઙ્ગ કલ્પેશભાઈ તેના મિત્રો સાથે ખાનગી ફોરવહીલ માં લગ્ન માં જતા હોય ઇજાગ્રસ્ત ને પોતાની ગાડીમાં લાવી માનવતા મહેકાવી હતી.

(11:38 am IST)