Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જીતુભાઇ વાઘાણીના પ્રયત્નોથી ફુલસરમાં અદ્યતન હાઇસ્કૂલ માટે ૮૦૯૫ ચોરસ મીટર અંદાજે ૭ કરોડની જામીન મંજુર

ભાવનગર,તા.૧૪: વિકસીત થતા ભાવનગર શહેરમાં નાગરિકોની વિવિધ માંગણીઓ અને સુવિધાઓ માટે ભાવનગર મહાનગરના બંને ધારાસભ્યો સક્રિય રહી સરકાર અને શહેરી સ્તરે વિકાસના કામ માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીના પ્રયત્નોથી ભાવનગર ખાતે છેવાડાના વિસ્તારના વિઘાર્થીઓના શિક્ષણની ચિંતા કરતા ફુલસર ગામતળ ખાતે એક અઘતન હાઈસ્કૂલ માટે ૮૦૯૪ ચોરસ મીટર જમીન અંદાજીત બજાર કિંમત ૭ કરોડ રૂપિયાની જમીન આધુનિક સુખ, સુવિધા સાથે વિશાળ રમત-ગમતના મેદાન સાથેની રાજય સરકાર અને કલેકટરશ્રી દ્વારા મંજુર કરતા સ્થાનિક વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી.

આ વિસ્તારના નાગરિકોની સુવિધા માટે અને આ પછાત અને છેવાડાના નાગરિકોના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને ઉજવળ ભવિષ્ય માટે હાઈસ્કૂલ માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતા આ વિસ્તારના નાગરિકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે ર્ંઆ ઉપરાંત આ શાળાના બાંધકામ માટે રૂપિયા ૬૮ લાખની ગ્રાન્ટ શાળા બિલ્ડીંગ માટે પણ તાત્કાલિક ધોરણે મંજુર કરવામાં આવેલા ર્છેં જેનું ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે આમ આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં જ બાળકો અને વાલીઓનું હાઈસ્કૂલ માટેનું સ્વપ્ન સાકાર થશે ખાસ કરીને આ વિસ્તારમાં હાઈસ્કૂલનો અભાવ છે એવા સમયે ફુલાસર, ચિત્રા, નારી, સીદસર સહિતના વિઘાર્થીઓ ને આ શાળાની સુવિધા ભવિષ્યમાં ઉપલબ્ધ બનશે સાથે સાથે વિશાલ પ્લે ગ્રાઉન્ડ અને અઘતન, આધુનિક બાંધકામ અને ટેકનોલોજીથી સજ્જ એવી હાઈસ્કૂલનું ભવિષ્યમાં આ જગ્યા પર નિર્માણ થશે જેનો લાભ આ વિસ્તાર અને આજુ બાજુના વિસ્તારના લોકો, નાગરિકો અને વાલીઓને ભવિષ્યમાં પ્રાપ્ત થશે.

ધારાસભ્યશ્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની મહેનત અને સતત પ્રયત્નને કારણે મંજુર થયેલ આ જમીન અને સુવિધા બદલ સ્થાનિક વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી અને ચિત્રા-ફુલાસર, બોરતળાવ વોર્ડ સહિતના નગરસેવકો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનો આભાર માન્યો હતો.

(11:33 am IST)