Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માણાવદર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત કોંગ્રેસના પ સભ્યોને શોકોઝ નોટીસ

માણાવદર, તા.૧૪ : પાલિકામાં તા. ૧૦-ર-ર૦ર૦ના રોજ પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલે ખાસ સાધારણ સભા બોલાવી હતી તે પહેલા ફરજ મોકુફ નિર્મળસિંહ ચુડાસમાએ રીકવીઝેશન બેઠક બોલાવા માંગણી કરેલ જે રાજકીય દાવમાં શ્રી ચુડાસમાને પાડી દેવા ઇન્ચાર્જ પ્રમુખશ્રી જગમાલભાઇ હુંબલે તત્કાલ સભા બોલાવી તેમાં રીકવીઝેશનનો મુદ્દો એજન્ડામાં લઇ લીધો, પરંતુ પડદા પાછળ એવો ખેલ ખેલાયો કે આ સાધારણ સભામાં નિર્મળસિંહ ચુડાસમાએ મૂળ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧પ સભ્યો છે.

તેને સભામાં કોંગ્રેસના વ્હીપનો લેટરથી વ્હીપ આપી તમામ સભ્યોને સૂચના મુજબ હાજર રહેવા તથા એજન્ડામાં સૂચના મુજબ મતદાન કરવાની સૂચના હતી હવે મોટી વાત એ ઉભી થઇ કે જે બેઠક કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય ઉપપ્રમુખ કમ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇએ બોલાવી તેમાં તેઓ ગેરહાજર રહ્યા તથા વ્હીપ સ્વીકારવાનો ઇન્કાર કરવા બદલ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ નટુભાઇ પોકીયા લાલઘૂમ થઇ ઉઠયા હતા અને શોકોઝ નોટીસ ફટકારી દિવસ ૭માં ખુલાસો કરવા જણાવેલ છે.

આ શોકોઝ નોટીસ કુલ કોંગ્રેસના પાંચ સભ્યોને મળેલ છે. શ્રીમતી દિવાળીબેન દેકીવાડીયા (ર) શ્રીમતિ કલાસબેન પ્રફુલભાઇ ચૌહાણ (૩) શૈલેષ ડી. સાંગાણી (૪) જગમાલભાઇ હુંબલ (ઇન્ચાર્જ પ્રમુખ પાલિકા) (પ) જયેશભાઇ વાછાણી (પૂર્વ પાલિકા પ્રમુખ), આમ પાંચ સભ્યોને નોટીસ ફટકારતા હવે સ્પષ્ટ બહુમતી ધરાવતી પાલિકામાં કોંગ્રેસના શાસનમાં ભાજપ સભ્ય રાજ કરશે તેવી સ્થિતિ ઉદવશે.

કોંગ્રેસ જીલ્લા પ્રમુખે પાંચ પાલિકા સભ્યોએ વ્હીપ ભંગ કરેલ છે તે ગેરહાજર રહેતા તેને નોટીસ આપી ખુલાશો કરવા જણાવેલ છે ત્યારે જો યોગ્ય ખુલાસો નહીં કરી શકે તે તો પક્ષાંતર ધારા હેઠળ ડિસ્કવોલીફાઇડ થાય હવે કોંગ્રેસ ૧પ સભ્યોમાંથી પ ડિસ્કવોલીફાઇડ થાય તો ૧૦ વધે એક અપક્ષ-૧ ટોટલ ૧૧ બચ્ચે સામે પક્ષે ૧ર સભ્યો ભાજપના છે જેથી પાલિકામાં ભાજપનો હાથ ઉચ્ચે રહેશે અને હારેલો પક્ષ સતા ભોગવશે. સ્પષ્ટ બહુમતી છતાં શાસન ગુમાવવું પડશે. બીજી તરફ પાલિકા સભ્ય શ્રી નિર્મળસિંહ ચુડાસમાએ પોતાનું ધાર્યું કયું તેમ કહી શકાય કેમ કે રીકવીઝેશન બેઠક બોલાવી વ્હીપ અપાવી અને શોકોઝ નોટીસનો સામનો કરવો પડશે. પ સભ્યોને તે મોટુ રાજકારણ ખેલાય ગયું તો ભાજપને અંદરો-અંદરની લડાઇમાં બાજી મારી દીધી.

(11:33 am IST)