Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જુનાગઢમાં રૂપાવટીના ખેડુતની નજર ચુકવી રૂ. પર,ર૯૧ની ચોરી

અજાણ્યા રીક્ષા ચાલક, વૃધ્ધ અને વૃધ્ધા સામે ફરિયાદ

જુનાગઢ તા. ૧૪: વિસાવદર તાલુકાનાં રૂપાવટી ગામનાં ભનુભાઇ મુળુભાઇ મહેતા (ઉ.વ. ૬૦) નામનાં વૃધ્ધ ખેડુતે જુનાગઢ યાર્ડમાં ધાણાનું વેંચાણ કરેલ ગઇકાલે તેઓ યાર્ડ ખાતેથી વેંચવાનાં નાણાં લઇ જુનાગઢ બસ સ્ટેન્ડ પર જવા માટે યાર્ડ પાસેથી એક ઓટો રીક્ષામાં બેઠા હતા.

ત્યારે ઓટો રીક્ષામાં ભનુભાઇની સાથે બેઠેલ એક અજાણ્યા બાપા અને એક માજીએ નજર ચુકવી વૃધ્ધનાં ખિસ્સામાં રૂ. પર,ર૯૧ ની રોકડ રકમ ચોરી લીધી હતી.

બાદમાં રીક્ષા ચાલકે ખેડુતને અધવચ્ચે મજેવડી દરવાજા નજીક રસ્તામાં ઉતારી હું હમણા બીજા પેસેન્જરને ઉતારીને આવું છું તેમ કહીને નાસી ગયો હતો.

આ અંગેભનુભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે રીક્ષા ચાલક સહિત ત્રણેય વ્યકિત સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ પી. જે. રામાણી ચલાવી રહ્યા છે.

(11:33 am IST)