Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

દામનગરઃ દહીંથરા પ્રાથ.શાળામાં આનંદ બજાર યોજાઇ

દામનગરઃ દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ બજારમાં વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનોનું વેચાણ પ્રદર્શન યોજાયું હતું.દહીંથરા ગામજનો એ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોમાં વેપાર વૃત્ત્િ। ઓ વિકાસ વાણિજય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુ એ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલમાં આનંદ બજાર કાર્યક્રમ દિવસભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા બાળકો પાસે અનેકો વાલીઓએ વિવિધ વ્યજનો ખરીદીને આરોગ્ય હતા ખૂબ ખુશી સાથે ઉત્સાહ વર્ધક આનંદ બજાર વિદ્યાર્થીઓમાં આનંદ રૂપ બન્યો હતો.

(11:33 am IST)