Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભગવાનશ્રી દ્વારકાધીશજીને ધ્વજારોહણ

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ગામ સુરજકરાડીના વેપારીઓ દ્વારા દ્વારકાધીશના મંદિરે ધ્વજારોહણનો ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ તકે ધ્વજાજીની પૂજનવિધિ કરાયા બાદ બેન્ડબાજા સાથે ભવ્ય શોભાયાત્રા દ્વારકાની ગલીએ ગલીએથી થઇ ભારે આતશબાજી સાથે જગત મંદિરે પહોંચી હતી. ધ્વજારોહણ કરાયા બાદ દ્વારકાના ગોમતીઘાટ આવેલા કચ્છી સમાજ ભુવન ખાતે સમૂહ પ્રસાદીનું આયોજન કરાયું હતું. આ શુભ પ્રસંગે સ્વર્ગવાસી વીરમભા આશાભા માણેક પરિવારના સભ્યો શ્રી હદેવસિંહ પબુભા માણે (પ્રમુખશ્રી ચેમ્બર ઓફ કોમર્સ ) ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઓખા અને દ્વારકાના આગેવાનો, ધારાસભ્ય શ્રી પબુભા વીરમભા માણેક, આયોજિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં સુરજકરાડીના વ્યાપારી ભાઇઓ સહપરિવાર જોડાયા હતા. આ ધજા સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સ્વર્ગવાસી પોલાભાવીરમભા માણેકના સ્મણાર્થે યોજવામાં આવી હતી. તેથી ધ્વજાજીની પૂજા સ્વર્ગવાસી પોલાભાઇ પુત્ર હરપાલસિંહ તથા પ્રમુખ સહદેવસિંહના હસ્તે કરવામાં આવી હતી. (તસ્વીર : અહેવાલ-દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:32 am IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST