Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હોળીના આગમનની છડી પોકારતા કેશુડા

 પ્રભાસ પાટણ :  ઋતુરાજ વસંતનાં આગમનની સાથે જ સોળે શણગાર સજીને નવ પલ્લવિત થઇ ખાખરાના ઝાડ ઉપર ખીલેલ કેસુડાનાં ફુલો સીમ વગડાની શોભા વધારી રહેલ છે. કેસુડા હોળીનાં રંગોમાં શિરમોર છે તો આર્યુવેદની દ્રષ્ટીએ પણ તે ગુણકારી છે તો ધાર્મિક દ્રષ્ટીએ કેસુડા મિશ્રીત પાણીથી કેટલાક દેવ મંદિરોમાં ભગવાને સ્નાન કરાવાય છે. વર્ષો પહેલા જયારે કૃતિમ રંગો ન હતા ત્યારે લોકો કેસુડાના રંગ બનાવી હોળી-ધૂળેટી રમતા હતા અને કેસુડાનાં રંગોથી ચામડીના અનેક રોગોમાં ફાયદો થાય છે. મહા-ફાગણ અને ચૈત્રમાં ખાખરાના ઝાડ ઉપર કેશુડાનાં ફુલો છવાય ઉજ્જડ વગડો-સીમ સુંદરતાની ચાદર ઓઢી લે છે. તે તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:31 am IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST