Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પોરબંદર જિલ્લો સામાજિક-શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ ઝંખે છે

પોરબંદરનું અસ્તિત્વ રામાયણકાળથી અસ્માવતી ઘાટનો સ્કંધ પુરાણમાં ઉલ્લેખ : નવા પાડા વિસ્તારમાં બંધ સીમેન્ટ ઉદ્યોગ તથા ડોક યાર્ડ ટ્રેઇન પુનઃ ચાલુ કરવાની જરૂર : ફ્રેઇઝ-ર બંદર વિકાસ માટે માત્ર હૈયાધારણાઃ મત્સ્યોદ્યોગ વિકાસમાં ધીમી ગતિ : પોરબંદર જિલ્લાની જમીનમાં બોકસાઇડ અને બરડા પંથકથી જમીનમાં તાંબુ તથા જાંબુવન ગુફાની રેતીમાં સુવર્ણનો ચળકાટ : જુનો મીઠા ઉદ્યોગ પુનઃ ધમધમતો થાય તેવો લોકોમાં આશાવાદ

 પોરબંદર તા. ૧૪ :.. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ર૧.૪પ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૩૩ પૂ. રેખાંશ ઉપર  પૌરવેલા ફુલ અસ્તિત્વ રહયું. આજનું પોરબંદર શહેરની ઉતરે અને ઇશાને ખાડી કાંઠે પૌરવ માતા (હર્ષદ)નું સ્થાન હયાત છે.

જેથી શાસ્ત્ર પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ આજનું સોમનાથ અથવા સોમનાથ પાટણ એટલું જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. શ્રીમદ્ ભાગવતના દસમાં સ્કંધમાં ભકત સુદામાનું પાવન ચરિત્ર આપેલું છે. સ્કંદ પુરાણમાં તો સુદામાપુરીનું વર્ણન પણ છે. અને તેને અશ્માવતી નદીના ઘાટ તરીકે ઓળખવામાં આવ્યું છે.

અસ્માવતી નદીના ઘાટની ઓળખ સ્કંદ પુરાણમાં આપેલ છે. ત્યારે એકમત એવો છે કે, પોરબંદરનું અસ્તિત્વ રામાયણ કાળ સાથે સંકળાયેલ હોવાનું મનાય છે. શ્રીલંકાના યુધ્ધ પછી પોરબંદર-અસ્માવતી નગરનો વિકાસ થયાનું મનાય છે. શ્રીરામ ભકત હનુમાનના માનસ પુત્ર મકરધ્વજનો વસવાટ બરડા વિસ્તારના સમુદ્ર કિનારા નજીક થયાનું જણાય છે. હાલના રાતડીની સામે ઉતર દિશામાં શ્રીનગર નામનું ગામ આવેલ છે. તથે તેમની રાજધાની મનાય છે. આજપણ નિશાની મળે છે. ઓખા-બેટમાં જે રીતે સમુદ્ર કિનારે હનુમાનજી (દાંડી) મંદિર આવેલ છે. અને તે મંદિરમાં હનુમાનજી સાથે મકરધ્વજની પ્રતિમામાં છે. દંતકથા મુજબ હનુમાનજી મૂર્તિ દર વરસે એક ચોખ્ખા જેટલી પાતાળમાં જઇ રહયા અને મકરધ્વજની પ્રતિમા એક ચોખ્ખા જેટલી બહાર આવે છે તેની લંબાાઇ વધે છે. તેવી માન્યતા છે. તેવી રીતે શ્રીનગરમાં પિતા-પુત્ર સાથે બિરાજમાન છે. કેટલાક પ્રાચીન અવશેષો મળે છે. પુરાતત્વ ખાતા દ્વારા સંશોધન થવું જરૂરી છે.

આ ઉપરાંત શ્રીલંકાપતી રાવણ હિમાલયમાં તપશ્ચર્યા કરી સત્તીમાતાને પ્રસન્ન કરી શ્રીલંકા લઇ જઇ રહેલ ત્યારે શરત મુજબ લંકાપતિ રાવણ જયાં અટકશે કાવડ જમીનને અડશે ત્યાં માતાજી રોકાય જશે. રાવણ પોતાની ખંભે કાંધ આપી સત્તીમાતાને  લઇ શ્રીલંકા જતા રસ્તામાં પોરબંદર અને અસ્માવતી નદીના કાંઠે જે આજની ખાડી કિનારે પોરો (આરામ) કરવા રોકાણા અને જમીનને કાવડ અડી જતાં માતાજી અત્રે રોકાય ગયા. સમય પ્રમાણે નામકરણ થતાં પૌરવા માતા નામ જાહેર થયું તે પરથી પૌરવ કુલા-આજનું  પોર. પુખરબંદર અને પોરબંદર જયારે એકદંતકથા પ્રમાણે પોરાવ માતાજીનું સ્વરૂપ હર્ષદ માતાનું મનાય છે. હાલ આ પૌરાણીક  પ્રાચીન જગ્યા મીલપરા વિસ્તાર-ઝૂંડાના વિસ્તારમાં આવેલ છે. અને આજની ખાડી - અસ્માવતી નદીના કિનારે વસેલ છે.

પોરબંદરના બંદરનો વિકાસ આશરે ૧૦૩૦ એક હજાર ત્રીસ વરસ પહેલાં જેઠવા વંશ ધુમલી રાજવી બાષ્કલદેવ યાને બાષ્કલદેવજી -યાને બુખાજી રાણાએ તા. ૬-૮-૯૯૦ અસ્માવતી ઘાટે તોરણ બાંધી જલ વહેવાર યાને વહાણવટું શરૂ કરાવી વિશ્વસાથે જળ વહેવારથી વ્યાપાર વૃધ્ધીનો વિકાસ શરૂ કર્યો ત્યારથી પોરબંદરનું બંદર વિકસીત રહેલ છે. અને શહેરની વિશેષ સમૃધ્ધીનો વિકાસ થયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છીએ કે પોરબંદર રાજયની સમૃધ્ધી ખનીજ સંપતિ રહી છે. ખાસ કરી પથ્થરો - ચુનાના પથ્થર, ચોક માટી ઉદ્યોગ-બિલ્ડીંગ સ્ટોન, પથ્થર, ભુખરો પથ્થર, બોકસ સાઇ, બરડા ડુંગરમાં આદિત્યાણા નજીક ઘોડા પથ્થરની ખાણ આવેલ છે. આજના સુભાષનગર - જાવર વિસ્તારમાં રેતીથી બંધાયેલ - ભુખરો પથ્થર મળી આવતો તેની ખાણ હતી. રેતીથી બંધયેલ ભુખરો પથ્થર પોચો જારીવાળો હોય છે. પોરબંદર પ્રાચીન  પૌરાણીક જુની બાંધણીના મકાનોમાં સોળ ભુખરાનું બાંધકામ મળી આવે છે. પ્લાસ્ટરનંુ કામ મજબુત થાય.

સિમેન્ટ યુગનો પ્રારંભ થયેલ ત્યારે ચીરોડી-રેતી-ચુનાના વિકાસ માટે મજબુતાઇ માટે અડદની દારનો ઉપયોગ કરી ચક્કી ચલાવી પ્લાસ્ટર બનાવવા આવતું તેને વૃક્ષ ધુટ્ટાનું પ્લાસ્ટર કહેવામાં આવે છે ઓળખાય છે. આજે તે કારીગર જુની પેઢીના રહ્યા નથી. પ્લાસ્ટર કામ દિવાલમાં પેન્ટીંગ કરવામાં આવતું ધ્રાબા પણ ચિરોડી ચુનાથી બનતા પ્રાચીન પૌરાણીક મકાનમાં કે મંદિરમાં આજપણ હૈયાત છે. જોવા મળે છે. ભુકંપ સામે અડીખમ ઉભા છે.

પોરબંદર જીલ્લાની બરડા પંથકની બગવદરથી મોઢવાડા-મિયાણી જતા રસ્તાની જમીનમાં તામ્ર ત્રાંબુુ હોવાનું માલુમ પડે છે. તેવું સંશોધન પોરંબદરના રાજવી કરાવેલ પરંતુ ખર્ચ વધુ આવે ત્રાબું પાડેલ નથીે આવી રીતે પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવાવ -આદિત્યાણા વચ્ચે બરડા ડુંગરની ગોદમાં રાણાવાવ સૌરાષ્ટ્ર સીમેન્ટ પ્રા.લી. ફેકટર પાછળ  આવેલ અતિ પ્રાચીન જાંબુવન -જામવંતિની ગુદ્વામાં  સુવર્ણ ચળકાટ ધરાવતી રેતી માટી છે. નરી આંખે જોઇ શકાય તેની પણ તપાસ રાજવીએ કરાવેલ. પરંતુ ખર્ચ વધુ આવે છે.  ઘડામણ મોઘી થાય છે.

છાંયાના રાજમાતા કલાબાના ગુપ્ત સમયકાળમાં જામનગરના રાજવી મામા તરફથી ભાણેજની હત્યા થવાથી રાજકુંવરને જુદી-જુદી જગ્યાએ છુપાવવામાં આવેલ. અને તેમને વહાણ ભાગના કિનારે (ઘણુ કરીને આડેદરના દરિયા કિનારે) સોના -ચાંદીની ઇંટો મળી આવેલી તે રાણીમાજે ચરણે ધરી અને તેમાંથી મેર રબારી યોધ્ધાઓની ભરતી કરેલી અને ધ્રોલ પાસેના ભુચર પાસે યુધ્ધમાં જામની હાર થતાં તેનો લાભ લઇને જેઠવાઓનો વિસ્તાર લડાઇ કરી પર મેળવેલો અને  મેર અને રબારીને ગિરાસદાર બનાવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કલાબાઇ બાળરાજકુંવરને ભાગતા લાપતા છુપાતા ઓડદર ગામે આવેલ ત્યાં થોડો સમય રાજધાની સ્થાપેલ તે પહેલા આજનું બોખીરાનો બંદર (પોર્ટ) તરીકે વિકાસ થયેલો-હાલ માપલા વાડી -બંદર તે જ સંકુલમાં પોરબંદર ખારવા સમાજ વિકસાવવા માંગે છેે. સરકારે ને દરખાસ્ત મંજુર કરી છે. વિકાસ કાર્ય શરૂ થયું નથી.  વિકસાવવાનું છે. આ ઉપરાંત છેલ્લે બાળ રાજવીને કચ્છના જાડેજા રાજવીએ સાચવેલ જતન કરેલ તેને બાળ રાજવીને કચ્છના જાડેજા રાજવીએ સાચવેલ જતન કરેલ તેને બરડાના બ્રાહ્મણો બરડાઇ બ્રાહ્મણ તરીકે ઓળખ ધરાવે છે. જેઠવા વંશના થાનકી અટક ધરાવનાર બરડાઇ બ્રાહ્મણ સાવચેતી સાવધાનીથી ઉંટ મારફત બાળરાજવીનું રક્ષણ કરતાં પોરબંદરમાં આવેલ બરડા ડુંગરની ગોદમાં બિલેશ્વર ગામની પાછળ ઘુંમલી ગામ વસાવેલ પાટનગર રહે. ધુમલી આજે ખંઢેર બની ગયેલ છે. પરંતુ પ્રાચીન અવશેષો ખંઢેર હાલતમાં નવલખો રાજમહેલ વિગેરે હૈયાત છે. ધુમલી સુધી અરબી સમુદ્ર હોવાના પુરાવા મળે છે. આજની તારીખે લંગર વિગેરે હૈયાત છે. ધુમલી મુળ  પોરબંદરનું વિસ્ત્રુત હતું. આજની ભાણવડ જેઠવાવંશના રાજવી ભાલા જેઠવા વસાયેલ વિર માંગડાવાળો પણ ભાણ જેઠવાના ભાણવડમાં થઇ ગયેલ. ગૌ-ધનનું રક્ષણ કરતાં ખપી ગયેલ. આજે પણ ભાણવડમાં માંગડાવાળાની જગ્યા હૈયાત છે. તે ભૂતવડ -ચાને ભૂતવનું દાદા તરીકે ઓળખાય છે. ગામમાં પ્રવેશ કરે તે પહેલા ભૂતવડ દર્શને જાય છે. અનેક માનતાઓ ચડે છે. સફળ થાય છે.

સને ૧૯૭૮ પોરબંદરનું બંદર બારમાસી બંદર તરીકે અસ્તિત્વમાં આવ્યુ તે પહેલા પોરબંદર સીઝની બંદર હતું. ચોમાસા ચાર માસ બંદર સુષુપ્ત રહેતુ, વહાણ, સ્ટીમરો વિગેરે આવક-જાવક કરતા નહીં. નાના માછીમારો કિનારે નાની હોડીમાં ફીશીંગ કરી જીવનનિર્વાહ કરતા કુટુંબનું ભરણ પોષણ કરતા.

પોરબંદરની આર્થિક જીવાદોરી અને સમૃદ્ધિ પોરબંદરના બંદરની આવક મુખ્ય બંદર (પોર્ટ)ની હતી. તેની આવક પર રાજ્યો વિકાસ વહીવટ ચાલતો મર્યાદીત આવક હોવા છતા પોરબંદર શહેરનો ગ્રામ્ય વિસ્તાર વિકાસ વણથંભ્યો થતો રહેલ, કયાંય રાજ્યનું કામ નબળુ ન થતું નહીં. રાજવી પોતે જ જાતે જ દેખરેખ રાખતા. નગર રચનામાં ઉંડો રસ લેતા. તા. ૨૯-૧-૨૦૨૦ (ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર વીસ)ના સંકલન લેખમાં કેટલીક હકીકતો દર્શાવી છે. હવે તેથી આગળ પોરબંદરના વિકાસની સંકલીત માહિતી પ્રસ્તુત છે.સ્વ. રાણાના પ્રતિષ્ઠા તેઓ પ્રત્યે આમ જનતાનો આદરભાવ સન્માનીત હતો. જેથી નગરશ્રેષ્ઠીએ આર્થિક-બુદ્ધજ્ઞાન યોગદાન તેમજ રાજ કારભાર સહયોગ આપેલ છે.

આરોગ્ય સેવામાં હોસ્પીટલ ભાવસિંહજી જનરલ (આજની જીલ્લા સિવિલ હોસ્પીટલ) રૂપાળીબા લેડી (મહિલા) હોસ્પીટલ રાજ્ય અને દાતા પરિવાર (પારસી-વાડિયા)ના સહયોગથી ઉભી થયેલ અને કોઈ જાતની ફી વગર પ્રજાજનોને ગ્રામીણ વિસ્તારને સુવિધા પુરી પાડતા હતા. આ ઉપરાંત વાડીપ્લોટ, કડીયાપ્લોટ, ગાયવાડી ડિસ્પેન્સરીની સુવિધા પ્રાપ્ત હતી. આ હાલ સુવિધા કાર્યરત છે. જ્યારે ભાવસિંહજી અને રૂપાળીબા લેડી (મહિલા) હોસ્પીટલ વિકાસ થયો છે. સુવિધામાં દિન પ્રતિદિન વધારો-વિકાસ થતો જાય છે. પાડોશી જીલ્લાની સરહદી તાલુકામાંથી પણ સારવાર માટે આરોગ્ય તબીબી સેવા માટે પ્રજાજનો - ગ્રામજનો આવે છે લાભ લ્યે છે. સરહદી જીલ્લાના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ભાણવડ, ખંભાળીયા અમુક ગામો - રાજકોટ જીલ્લાના ઉપલેટા, જામનગર જીલ્લાના લાલપુર, જામજોધપુર, જૂનાગઢ જીલ્લાના માણાવદર, માંગરોળ, વેરાવળ તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પણ આવે છે. આરોગ્ય સ્વાસ્થ્ય માટે બગીચાઓ (ગાર્ડન) સુવિધા ભાવસિંહજી પાર્ક (રાણીબાગ) સુદામાબાગ આજે અસ્તિત્વમાં નથી. ભોજેશ્વર બગીચો (હાલ રામકૃષ્ણ મીશન પાસે છે), કૈલાસ બાગ, ગોપાલબાગ, જાડાવડ બાગ અસ્તિત્વ જણાતુ નથી. રેલ્વે બગીચો (ડીએસપી બંગલો) હજુર કોર્ટ બની ગયેલ છે. મહારાજ બાગ (ખાપટ) ચોબારી, સુલતાન બાગ (આજે અસ્તિત્વ નથી, માત્ર શિલ્પ સુલતાનજી ચોરો સ્નાન ઘર છે). બાગી જમીન પર હરિશ ટોકીઝ બનેલ. રાજવાડી (હાલ સ્વ. શેઠ શ્રીનાથજી કાલીદાસ મહેતા - આજે કન્યા ગુરૂકુળ હસ્તક-ભારત મંદિરથી ઓળખ ધરાવે છે), રાંધાવાવ બગીચો  જેલ બગીચો અસ્તિત્વ નથી પરંતુ તે જમીન પર સ્વામી દયાનંદ સરસ્વતી કોલેજ, સ્વ.વકીલ આણંદલાલ ગોવિંદજી લાખાણી પ્રાથમિક શાળા હયાત છે. કમલાબાગ (તરવડા બાગ) અમુક ભાગ પાછળનો પશુ દવાખાના તરીકે ઉપયોગ થાય છે. અહીં રાજમાતા કલાબાઈ બાળ રાજકુંવર લઈને સંતાયને આશરો મેળવેલ), રૂપાળીબા તળાવને બુરી અને અડધા ભાગમાં રૂપાળીબા મહિલા બાગ અને અડધામા ઘેડીયા પ્રાથમિક શાળા તથા સ્વ. દેવકરણ નાનજી વિજ્ઞાન ભવન હાલ નવયુગ એજ્યુકેશન સોસાયટી હસ્તક છે).

ડેમ-જળાશયઃ ૪૦ (ચાલીસ) કિ.મી. પૂર્વ દિશામાં આવેલ ખંભાળા-તળાવ ડેમ ૩૪ ફૂટ ઉંડાઈ, પોરબંદર રાજવીનું તષ્મ ઋતુમાં હવાખાતુ સ્થળ સ્વ.રાજવી બંગલો (હાલ વેચાણ થયાનુ કહેવાય) ફોદારા જળાશય (ડેમ) ભારત સ્વતંત્ર થયા બાદ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યકક્ષા - પૂર્ણ કક્ષાના નાણામંત્રી સંસદ સભ્ય જી.પી.સી.સી. પ્રમુખ સ્વ. એડવોકેટશ્રી માલદેવજી એમ. ઓડેદ્રાએ રાજ્ય સરકારના ખર્ચે લોકાર્પણ કરેલ. આ ડેમ બંધ માટીનો બાંધેલ છે. ૩૬ ફુટની ઉંડાઈ ધરાવે છે.

વનીકરણઃ દેશી રાજ્યકાળ દરમિયાન રાવળી સરકારી જમીન ઉપર વૃક્ષો વાવીને તેમા ફળફુલ લઈ શકતા અને વૃક્ષો કે તેની ડાળ પણ કાપવાની સખ્ત મનાઈ હતી.

પોરબંદરના વિકાસમાં મોટા ઉદ્યોગો (એસીસી સિમેન્ટ ફેકટરી એશીયાની સર્વપ્રથમ અસ્માવતી નદી, આજની ખાડી-જૂના પોર્ટમાં નવાપાડામાં આવેલ હતી. ભારતભરમાં સફેદ સિમેન્ટનુ પણ ઉત્પાદન પોરંબદરની આ સિમેન્ટ ફેકટરીમાંથી શરૂ થયેલ. હાલ બંધ છે પટ્ટો પૂર્ણ નવાણુ વર્ષનો પૂર્ણ સર્વોચ્ચ અદાલતે પટ્ટી રીન્યુ કરવા માન્યતા આપેલ નહીં. આ સિમેન્ટ ફેકટરી ખસેડી જૂના મિલ્ટ્રી ગ્રાઉન્ડ-છાયા હાલ રીવર ફ્રન્ટ કિનારે કાર્યરત હતી. રાજકીય કાવાદાવાથી બંધ કરવી પડી, એસીસી એ એચએમપીને ચલાવવા આપેલ, વિવાદીત થતા એચ.એમ.પી. સિમેન્ટે બંધ કરેલ. હાલ મશીનરી નથી ચોરાઈ ગયેલ છે વહેંચાયલ. કમલાબાગ પોલીસમાં પર ફરીયાદ નોંધાયેલ છે. મહારાણા મિલ (૩૭ વર્ષથી બંધ) આ જમીન દોસ્ત છે. બિલ્ડીંગ પણ નથી રહ્યુ. જ્યારે મીઠા ઉદ્યોગ પુનઃ જીવંત થઈ રહેલ છે. સ્વ. ગુણવંતભાઈ કામદાર સપરિવાર હસ્તક છે). આદિત્યાણા પથ્થર ખાણ (ઘોડા પથ્થર) અમક ભાગ કાર્યરત છે. મીઠી પથ્થર ખાણ (ઓડદર) સૌરાષ્ટ્ર કેમીકલ્સ પ્રા.લી. તથા એ.સી.સી. હસ્તક લીઝમાં હતી. હાલ પણ લીઝમાં છે. બાકસ કારખાનુ (અસ્તિત્વ નથી) કડીયાપ્લોટ રાજા ઓઈલ વામીનીયા કાચનું કારખાનુ (સ્વ. દશાશ્રીમાળી), ગોકલદાસ નેમીદાસ કાું.) હયાત નથી. સિમેન્ટ હ્યુમ પાઈપ, કડીયાપ્લોટ સામે (સ્વ. શેઠશ્રી નેમીદાસ નાનજી બાળાશ્રમ જગ્યામા હાલ જગ્યા) હયાત છે. શ્રી પોરબંદર દશાશ્રી માળી વણીક હસ્તક ટ્રસ્ટમાં છે) ઓઈલ મીલ એકાદ બે ચાલુ છે. જીન મીલ બંધ છે. દેશી વહાણ બાંધકામ સુભાષનગર અસ્માવતી ઘાટે બંધાય છે. ગજ્જર બ્રધર્સના તાળા, હેન્ડપમ્પ, મોર્ગેઝ ટાઈલ્સ, ફાયર બ્રિકસ, ચાંદીની આઈટમો, ગીફટ આર્ટિકલ્સ, દેશી વહાણવટા ઉદ્યોગ અસ્તિત્વમાં હતા. પુનઃ દેશી વહાણવટા ઉદ્યોગ બેઠો થવા માંગે છે, પરંતુ સરકારનો સહયોગ મળતો નથી. રાજકારણીઓ આ ઉદ્યોગને પુનઃ જીવંત કરવામાં રસ ધરાવતા નથી.

નાના ઉદ્યોગોઃ ખાદી વણાટની વણકરોને રોજીરોટી, સોના-ચાંદીના દાગીના, છાયા-ગરેજની હાથશાળની વણાટ (ધાબળી ગરમ) જે તે સમયે પોરબંદર જેલની અંદર કેદીઓ દ્વારા પાટી - દોરડા ધાબળી અન્ય વણાટ કામગીરી, ખત્રીઓના બાંધણી, પટોળા, ધોરાજી પોટાશ દેશી નિર્જીવ દેશી દારૂના ફટાકડા, અવાજરહિત આતશબાજી રેશમ, જરીકામ, વાસણોનું કલીકામ, ગંગાધર આયુર્વેદીક દ્વારા દેશી દવાઓ, હાલ અમલાણી ફાર્મસી, દુર્લભ ફાર્મસી, દેશી દવાઓ માટે ઉત્પાદીત ડિનેચર્ડ ફ્રેન્ચ પોલીસ વિગેરે. વ્યાપાર-પ્રખ્યાત બરડાડુંગર અને ઘેડ પ્રદેશનું ધી પથ્થર ખજુર, ખારેક, સુકોમેવો, ઈમારતી લાકડુ, લીલામરી, સુકા નાળીયેર, કોપરા, મેંગ્લોરી નળીયા વિગેરે.

કાયદો વ્યવસ્થાઃ રાજ્ય ન્યાયકોર્ટ દ્વારા ઝડપી ન્યાયની વ્યવસ્થા હતી. ખુદ રાજવી નટવરસિંહજી નિયમિત અને સમયસર હજુર કોર્ટમાં હાજરી આપી ઝડપી ન્યાય આપી પ્રશ્નોનુ નિરાકરણ કરતા.

કાયદો વ્યવસ્થાઃ પોરબંદર દેશી રાજ્યના ગામડાઓમાં ટેલીફોન અને પોલીસ

પેટ્રોલીંગની સુંદર વ્યવસ્થા હતી અને કાયદો વ્યવસ્થા માટે રાજ્યની ધાક-પક્કડ હતી.

પર્યાવરણઃ સ્વચ્છતા ગટર વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી હતી. શહેરમાં વચ્ચેથી પસાર થતી મોટી ગટરો અને મધ્યમ ગટરોની નિયમીત સફાઈ થતી. ગમે તેટલો વરસાદ પડે શહેરમાં પાણી ભરાતા ન હતા. આખા શહેરમાં રસ્તાની બન્ને બાજુ વૃક્ષો ઘટાટોપ હતા. કેટલાક રસ્તા ઉપર દિવસે પૂર્ણ સૂર્ય પ્રકાશ આવી શકતો નહી. જેમ કે હોસ્પીટલથી ગોપનાથ રોડ, આર્ય સમાજ રોડ, એમ.જી. રોડનો કેટલો ભાગ પ્રાણીઓ માટે પાણીના અવેડાઓ હતા.

પાંજરાપોળઃ રાજ્યના સહયોગથી અને મહાજનોના દાનના અસ્તિત્વ પ્રવાહથી પક્ષીઓથી માંડી પ્રાણીઓ માટેની પાંજરાપોળની સુંદર વ્યવસ્થા હતી.

બેન્કીંગઃ રાજ્યની સરકારી બેંક હાલની સ્ટેટ બેંક, વજુની ઈમ્પીરીયલ બેંક, દરબાર બેંક પોરબંદર રાજ્યની હતી. દેના બેંક, સ્થાપનારા ચોકસી પ્રાણલાલ દેવકરણ માનજી પોરબંદરના હતા.

સ્ટીમ નેવિગેશન સિધિંયા સ્ટીમ નેવી નેવિગેશન કંપનીના મુળ મોરારજીભાઇ અને નરોતમભાઇ મોરારજીભાઇ ભાટિયા વેપારી પણ પોરબંદરી હતા સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના શેર બહાર હતા અને મુંબઇ શેર બજારમાં લીસ્ટેડ હતા મોટી કારગો સ્ટીમર જળ વહેવારમાં ચાલતી મોરારજી કમારીયા પોરબંદરના જ વતની હતા ઘણી સખાવતો દાન હતા અસ્માવતી ઘાટ-ચત્રભુજ શિવજી પાઠશાળા અર્ધગુરૂકુળ સુદામાં મંદિરના કેમ્પસમાં જમનાબાઇ ધર્મશાળા હાલ હૈયાત નથી માણેક ચોકના ત્રણ દરવાજા બનાવવામાં ત્રણ ચોકમાં વિકાસ કરવામાં મોટો સહયોગ રહેલ ધર્મપરાયણ હતા સંસ્કૃત ભાષા જીવંત રાખેલ અનેક વિપ્ર યુવકો પાઠશાળામાં ભણેલ અને ભણી રહ્યા છ.ે રેલ્વે સ્ટેશન સામે તેમજ હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ સામે આવેલ જે જેમાં જીલ્લા પુસ્તકાલય કાર્યરત છે. ભાટીયા સદ્દગૃહસ્થાએ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ટાંકીઓ બાંધી હાથી ટાંકી એમ.જી.રોડ સમડીટાંકી સ્ટેશન ટાંકી રેલ્વે સ્ટેશન ધર્મશાળા રેલ્વે સ્ટેશનમાં ઘોડાગાડી રણમાં ઘોડાના રક્ષણ મટે શેડ બાંધેલ તે હૈયાત છ.ેગોપીનાથજી હવેલી ભાટીયા બજાર વિરજીભાઇ તાડુ બંન્ને બાજુ આવેલ તે બાબા શેઠ ભાટીયાએ પોતાના માટે બંધાવેલ પરંતુ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવસંપ્રદાયના મહારાજશ્રી અમરેલી પોરબંદર પધારતા તેઓશ્રીને અપર્ણ કરેલ આજે આ હવેલી હૈયાત છે. પુ.પા.નિ.ગો. ૧૦૮ શ્રી ગોવિંદરામજી મહારાજશ્રી પરિવારના ભોગવટામાંથી આ હવેલીમા શ્રીમદ્દ મદનમોહન પ્રભુ બિરાજમાન   હતા ભૂકંપ પછી એમજીરોડ પર  આવેલ  ગોર્વધન નાથજીની હવેલીમાં બિરાજે છ.ે

ઝવેરી શેઠ (મેમણ) રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ડર્બન લઇ જનારાના ઝવેરી કુટુંબ મેમણ અબુબકર પોરબંદરના છે આજે પણ વી.જે. મદ્રેસાનો વહીવટ ડર્બનથી આ કુટુંબના ટ્રસ્ટીઓ કરે છે. નવો વિકસેલો ઝવેરી બાગ (બંગલો) જલારામ કોલોની વિસ્તાર આ ટ્રસ્ટની માલિકીની જમીન હતી. આ વિસ્તારમાં આવેલો તેનો  બંગલો આજે પણ જોવા લાયક છે.

પુષ્ટિ માર્ગીય હવેલીઓ નિ.ગો.૧૦૮ થી પ.પુ.ગોવિંદરાયજીની હવેલી શીતલ ચોક દરબારગઢ નિ.ગો.૧૦૮ શ્રી પ.પૂ. ગો. શ્રી દ્વારકેશ લાવાબાવઇ પુત્ર પુ.પ.પૂ.નિ.ગો.૧૦૮ શ્રી માધવરાયજી તથા રસિકરાયજી બાવા પરિવાર બિરાજતા હાલ આ હવેલી વહેચાય ગયેલ છે જમીન દોસ્ત થઇ ગયેલ. માધવભુવન પ્રખ્યાત ઓળખાતી શ્રીનાથજીની હવેલી કિર્તિમંદિર બાજુમાં માણેક મધ્ય આવેલ છે. ભાટીયા પરિવારની ભેટ છે. રામબા સાહેબની હવેલી જુનો દરબાગઢ શીતલ ચોક, માધવ ભુવન સામે ગોવર્ધન રાયજીની હવેલી એમ.જી.રોડ ગોપાલાલજી હવેલી સોનીવાડ, એક ખાનગી ગોપાલાલજી હવેલી પારેખ પરિવારની હોરી ચકલા નરસંગ ચકલામાં આવેલ છે. આ હવેલીના ગાદીપતી મહારજશ્રીઓ સાહિત્ય, સંસ્કાર અને સંગીતની ધરોહર હતા ભારતના ખ્યાતનામ એશીયા શ્રેષ્ઠ હારમોનિયમ વાદક પ.પા.નિ.ગો.૧૦૮ શ્રી ઘનશ્યામજી લાલજી તથા સુત દ્વારકેશલાલજી સુત રસીકરાયજી (હૈયાત-કાકાજી) સંગીતની દુનિયામાં હારમોનિયમને પોતાના આગવી અને અદ્વિતીય કલા જ્ઞાનથી સામેલ કરાવેલ પખવાજ વાદક પ્રવીણ પુ.પુ.૧૦૮ નિ.ગો.ગોવિંદરાયજી મહારાજશ્રી અને સિતારવાદક રસીકરાયજી મહારાજનું પ્રદાન રાજયમાં ગૌરવ પ્રદ છ.ે ભૂતકાળમાં પોરબંદરમાં હવેલી સંગીતની અને સાહિત્યની વિદ્યાપીઠ ઉભી કરવામા  પ્રમુખ રમેશભાઇ હિંગલાજીયાએ કરેલ હતા કેદારેશ્વર રોડ સ્વ. શેઠશ્રી  ભાણજી લવજી ઘીવાલા રહેણાંક ઘી ડેપો સામે આવેલ દશાશ્રીમાળી પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ ગોલોકવાસી સ્વ. શેઠશ્રી રણછોડ કાનજી અડોદરા દ્વારા નિર્માણ પત્નીએ કરેલ વેરાવલ પ.પુ.ગો૧૦૮શ્રી મગનલાલ મહારાજશ્રીને માત્ર સેવા માટે અપર્ણ કરેલ રાજમાના રામબા સાહેબ અને મહારાણા વિક્રમાનજી સુધી રાજય આશ્રિત હવેલી સંપ્રદાય વિહસ્યો હતો રાજવી વિક્રમાતજીએ પાછડથી હવેલી સંપ્રદાય કાશી જઇ છોડયો હતો અને શૈવ સંપ્રદાયમાં જોડાયા હતા આ વિશેષ નોંધીયનીય ઘટના છે. હાલ દ્વારકેશલાલજી માવધ ભુવન હવેલી સ્થળાંતર થઇ મહાપ્રભજી બેઠકમાં સમાવિષ્ટ કરાયેલ છે વ્રજભુવનથી ઓળખાયછે શ્રીમદ્ન મોહન પ્રભુની સાયા-નિધીમાં બેઠકજીનો ઉલ્લેખ મહાપ્રભુજી બેઠકમાં ઉલ્લેખ નથી.

સંતો પ.પૂ. ત્રિકમાચાર્યજી વિદ્વાન પંડિત નથુરામ શર્મા (હાલ બિલાખા આશ્રમ) રામનંદના પ્રકાંડ પંડિત સામવેદનમાર્તડ શ્રી રેવાશંકર શાસ્ત્રી, વૈદ્ય શાસ્ત્રી બળવંત શર્મા ઘરદેવડા વિધનાથ શાસ્ત્રી સંગીતમાસ્તર દલપતરામ તબલચી ત્રિકમભાઇ સંતો હતા વર્તમાન વીરબાઇ માતાજી જીણાબાપુ વિગેરે ચિત્રકલા માદેરાણા, કોટન નારાયણ ખેર, જગન્નાથ અદિવાસી, ચિતારાક્રમાંગર ઇશાહ હાસમ, પ્રાગજી વર્મા વિગેરે ચિત્રકલામાં નિષ્ણાંત હતા.

કન્યા છાત્રાલય વનિતા વિશ્રામ કન્યા છાત્રાલય માધ્યમિક શિક્ષણ લેતી બાળાઓ માટે રાજય અને ભાણજી લવજી ઘીવાળાના અનુદાનથી શકય બનેલ છે.

સેનેટોરિયમ ભાણજી લવજી વાળા સેનેટોરિયમ, પારસી, સેનેટોરીયમ હૈયાત નથી વાઘેશ્વરી પ્લોટ, વાઘેશ્વરી માતાજી મંદિર પાસે હતું સ્વ.ડો. ચાવડાના કલીનીક તરીકે ઓળખાતું અને રાણાવાવના બે સેનેટોરીયમ હવાફેર માટે (સ્વ. પ્રેમકુવર જેઠાભાઇ વિગેરે હાલ પોરબંદર દશાશ્રીમાળી ન્યાન હસ્તક છે) દર્દીઓની સુખાકારી માટે રાજય અને પરિવાર તરફથી કોઇપણ ભાડા વગર ફ્રી સુવિધા હતી તેમજ સ્વ. શેઠશ્રી ભાણજી લવજી ઘીવાળા દ્વારા બાબડામાં પણ સેનેટોરીયમ હતું.

ઓષધીય વનસ્પતિ દરિયાની રેતી, આગળ વધતી અટકાવવા માટે રાજયના સમુદ્ર કિનારે 'મર્યાદાવેલ' અંગ્રેજીમાં 'આર' વેલ, ઝાંબુકીયા મોટા ફુલ અને જાડાપાનવાળી ૧પ થી ર૦ લાબીવેલ કિનારા શોભા વધારતી પોરબંદર નગરપાલીકાના તે સમયે પ્રમુખ ડો. બી.ડી.ઝાલાના કાર્યકાળ દરમ્યાન જાળવણી કરાયેલ હાલ ઉજજડ કિનારો છે. છતા કયાંક કયાંક ઉગેલ જણાય છ.ે મળી આવે છ.ે વિકાસ ઉચ્છેર કરવામાં અપાલીકાને રસ નથી ક્ષારને અંકુશ કરે છે.

રસિકલાલ પરીખ, સૌરાષ્ટ્ર રાજયના જે તે વખતના ગૃહ પ્રધાન રસિકલાલ પરીખ પોરબંદર દેશી રાજયનો હવાલો સંભાળવા ર૯મી માર્ચ ૧૯૪૮ ના રોજ આવ્યા હતા.

સાહિત્યઃ ગુજરાતીમાં ટુંક વાર્તા લખનાર પદ્મશ્રી સ્વ. ગુલાબદાસ બ્રોકર વ્યવસાય અર્થે મુંબઇ વિલેપારલે મુળ પોરબંદરના સપુત છે.

કવિશ્રી રતીલાલ છાંયા (પિયુષ) દામોદરસિંહ (સુધાંશુ) દેવજીભાઇ મોઢા, ડો.ચંદ્રકાન્ત દતાણી, ગંધા, પોરબંદરના હતા. કવિરાજ અશકરણ રત્નુ રાજ કવિ હતા અને મરૂભા મેઘાણંદ વાયકે અને લોકસાહિત્યના હતા.બાલવાડીઃ (બાલમંદિર) સ્વ. જેસંગભાઇ ભીમાભાઇ એરડા (ટેનીસ ખેલાડી) મદ્રાસ તાલીમ મેળવી. બાલવાડી-બાલમંદિરમાં વર્ષો સુધી બાળકોની માવજત કરેલ. તેમણે નટવરસિંહજી કલબના ટેનીસ ખેલાડી અને મેનેજર પદે વર્ષો સુધી સેવા આપી હતી. બાલાવાડી-બાલમ઼દિર બાળકોની માવજતમાં કુ.અનંતાબેનની સેવાનો સહયોગ મળેલ. બાગાયતઃ સ્વ. અમીલાલ જીવનભાઇ ઢાંકી (દશા શ્રીમાળી વણીક) બાગાયત શ્રેત્રે ઘણી શોધો કરેલ. ખાપટ ગામે ખાપટ ફાર્મ તૈયાર કરેલ. પોરબંદરના બગીચાઓમાં તેમનું મોટુ યોગદાન સરકારી સેવા નિવૃતી બાદ પોરબંદર નગર પાલીકા બાગાયત ગાર્ડન સુપ્રી. તરીકે જોડાયા. કમભાગ્યે પાલીકા તેઓની સેવાનો લાભ લઇ ન શકી. ધરમપુરમાં પોરબંદરના વતની સ્વ.શેઠ શ્રી લાલદાસ જમનાદાસ વોરા સ્થાપીત ફોર ટાઇટ નટસ એન્ડ બોલ્ટસ કાું. બાગાયત વિભાગમાં જોડાયેલ ઘણી શોધ કરી રેડીયો પર વાર્તાલાપ આાકાશવાણી રાજકોટ અવાર નવર પ્રસાર કરવામાં આવતો બહાર પણ સેવા આપતા.

ફોટોગ્રાફીઃ ફોટોગ્રાફર હરજીવન દ્વારા (પોટ્રેટ આર્ટ સ્ટુડીયો) નટવર સ્ટુડીયો કોઠારી (સુરેશ કોઠારીના દાદાની માલીકી) અરૂણા સ્ટુડીયો મોહનભાઇ રૂધાણી લાલજીભાઇ રાજકમલ, કેશુભાઇ ડોડીયા, પંડીત મુખ્ય હતા.

પુરાતત્વવિદઃ સ્વ.મધુસુદન ઢાંકીએ ઇતિહાસ, પુરાતત્વ જૈન મંદિરો, સંગીત સાહિત્ય ઉપર મોટુ પ્રદાન કરેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનિ.ના વિષયના તજજ્ઞ અને જ્ઞાતા ગણાય છે. પોરબંદરનું નામ રોશન કરનાર પનોતા પુત્ર સ્વ.મણીભાઇ વોરા (ભાવસિંહજી હાઇસ્કુલ શિક્ષક) ઇતિહાસ પુરાતત્વ ભુગોળ ગણીત ભુમીતીના જ્ઞાતા ગુજરાતમાં   પ્રમાણભુત ગણાતા હતા.  પક્ષી શાસ્ત્રીઃ જ્ઞાન ગોષ્ઠી જ્ઞાની વિજય શંકર વાસુ યાને વિજય ગુપ્ત મૌર્ય.

મણીપુરી નૃત્યઃ મણીપુરી નૃત્ય વિશારદ વિદુષી સવિતાબહેન મહેતા યાને સવિતા દીદી.  દિલ્હીના સ્થપીત માનસિંહ રાણાનો મુખ્ય ફાળો પોરબંદરના વિકાસમાં રહયો છે. ડોકટરોઃ પોરબંદરના પહેલા એફઆરસીએસ ડોકટર મુંબઇના ડી.જી.વ્યાસ હતા. સહકાર ક્ષેત્રેઃ ભારત સ્વતંત્ર થયા બાદ પોરબંદરના યુવરાજપદ્મશ્રી ઉદયભાણસિંહજીએ સહકારી ક્ષેત્રે ભારતમાં નામ કાઢેલ. ઇફકોના પહેલા પ્રમુખ લેજી ડેવલમેન્ટ બેંકના પહેલા પ્રમુખ, દેનાબેંકના ડીરેટર, સંગીત નૃત્ય નાટક એકેડેમી પ્રમુખ, જુનાગઢ જીલ્લા પંચાયતના સતત બે ટર્મ સુધી પ્રમુખ થયેલા. આજે તેઓની પુણ્ય સ્મૃતિમાં ગાંધીનગર ખાતે ઉદયભાણસિંહજી સ્ટાફ ટ્રેનીંગ સેન્ટર અને સહકારી બેંક છે. ગાંધીધામ કચ્છ ખાતે તેઓના (કંડલા) નામે ઉદયનગર છે.

અન્ય રાજવીઓની જેમ શહેરમાં કે પોતાના રાજયમાં પોતાની મુર્તિ તેઓ મુકાવી શકયા હોત. પરંતુ તેમણે પોતાના પ્રશાસન દરીમયાન પોતાના નામની કોઇ સંસ્થા કે મુર્તિ સ્ટેચ્યુ સ્થાપ્યા નથી.તે તેઓની મહાનતા વિનમ્રતા દર્શાવે છે.

પોરબંદરના છેલ્લા રાજવી સ્વ. નટવરસિંહજી પોરબંદરને એટલુ ચાહતા કે તેઓ પોતાની સહી એન.પોરબંદર નટવરસિંહ પોરબંદર તરીકે કરતા હતા. રાજકીય પક્ષ (આઝાદી બાદ) સ્વતંત્રપક્ષઃ ભાઇકાકા નરેન્દ્રસિંહ ઝાલા, એચ.એમ.પટેલ, સહીતનું પ્રતિનિધિ મંડળ પોરબંદર રાજવીને સ્વતંત્ર પક્ષમાં સ્વતંત્ર પક્ષમાં જોડાવા માટે અપીલ કરવા આવેલ ત્યારે તેઓએ વિનમ્ર ભાવે કહેલ કે તો અમો શા માટે રાજય વિલીનીકરણમાં જોડાવાની સહી કરી અમારે ફરી સતાધારી થવુ જ ન હતું. માટે તો અમે રાજય સોંપ્યા. આ તેઓની દીર્ઘદ્રષ્ટિ હતી. તેઓ લોકશાહીના દ્રષ્ટા હતા. સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના સમયે પણ તેઓશ્રીને સૌરાષ્ટ્ર રાજયના ઉપપ્રમુખપદની ઓફર થયેલી તેનો પણ તેઓએ વિનમ્ર ભાવે અસ્વીકાર કર્યો હતો.

સંકલનઃ

સ્મિત સી. પારેખ

મો.નં. ૯૪ર૬ર ૭૮૩૦ર.

પોરબંદર ૩૬૦પ૭પ.

(11:27 am IST)