Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માનવ, ઇશ્વરને પોતાના પિતા સમજે, એ લોકોના ભય-ચિંતા ડીપ્રેશનથી મુકત બની જાય છે

બ્રહ્માકુમારીઝ ભાવનગર સેવા કેન્દ્ર આયોજીત અલવિદા તનાવ શિબીર

ભાવનગર તા. ૧૪ :.. બ્રહ્માકુમારીઝ ભાવનગર સેવા કેન્દ્ર આયોજીત અલવિદા તનાવ શિબીરના છઠ્ઠા દિવસે જવાહર મેદાન ખાતે મોટી સંખ્યામાં હાજર રહેલ સાધકોને બ્રહ્માકુમારી પુનમબહેને જણાવેલ કે, 'વિશ્વના ૭ર૦ કરોડ આત્માઓના એક જ પરમપિતા શિવ છે. 'સર્વ ધર્મો માન્ય છે. ઇસુ ખ્રિસ્તએ કહયું છે. 'ગોડ ઇઝ લાઇટ' ગુરૂનાનકજીએ કહયું છે કે ઓમકાર સતનામ, ઇસ્લામ ધર્મમાં નુરે ઇલાહી સનાતન ધર્મમાં ૧ર જયોર્તિલીંગ રૂપમાં પૂજા થઇ રહી છે.

વધુમાં બ્રહ્માકુમારી પુનમબહેન જણાવેલ કે, 'ઇશ્વર સર્વશકિતમાન, સર્વોચ્ચ, સૃષ્ટીરૂપી વૃક્ષના બીજરૂપ છે. જ્ઞાનના સાગર છે. પ્રેમના સાગર છે. સકારત્મ ઉર્જા છે. અતિસુક્ષમ જયોતિબિંદુ છે. સર્વ માન્ય છે. 'સત્ય પરીચય મેળવી સાધકો શ્રધ્ધા - ભાવનાથી આનંદની અનુભુતિમાં મગ્ન થઇ બોલી ઉઠયા. 'પાના થા સો પાલીયા ઔર કયાં બાકી રહ', માનવ ઇશ્વરને પોતાના પિતા સમજે છે. એ લોકોના ભય - ચિંતા ડીપ્રેશનથી મુકત બની જાય છે.'

આજની શિબીરમાં ખૂબ જ ઉમંગ-ઉત્સાહ, આનંદથી મહારાસમાં સાધકો ઝૂમી ઉઠયા હતાં અને સાધકો ઉપર ગુલાબની વર્ષા કરવામાં આવી હતી.

(11:25 am IST)
  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST