Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જોડીયા બાદનપરના શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે કાલથી શ્રીરામચરિત માનસ કથા

વ્યાસપીઠ પર શાસ્ત્રીજી જનક મહારાજ મહેતા બિરાજશે : પ.પૂ. ત્યાગી શ્રી પ્રભુદાસબાપુ ખાખીજીની અધ્યક્ષતામાં આયોજન

વાંકાનેર તા. ૧૪ :.. જોડીયા-બાદનપર નજીક વર્ષો પુરાણુ ઐતીહાસીક શ્રી કનકેશ્વર મહાદેવ દાદાના મંદિર ખાતે ભગવાન શ્રી સીતારામચંદ્ર ભગવાન તથા શ્રી હનુમાનજી મહારાજ તથા દેવાધીદેવ શ્રી કનકેશ્વર મહાદેવની અસીમ કૃપાથી વિરનગર શ્રી હનુમાનજી મહારાજના મહંત પ.પૂ. પ્રભુદાસ મહારાજ ખાખીબાપુની અધ્યક્ષતામાં સમસ્ત બાદનપર જોડીયા (લક્ષ્મીપરા) ગામ તથા વિશ્વ કલ્યાણ અર્થે આગામી તા. ૧પ-ર-ર૦ ને શનિવાર થી તા. ર૩-ર ને રવિવાર સુધી શ્રીરામ ચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરેલ છે જેમાં વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ વકતા શ્રી શાસ્ત્રીશ્રી જનક મહારાજ મહેતા (રાજકોટવાળા) બિરાજી પોતાની મધુરવાણીમાં અનેરા સંગીતની શૈલી સાથે રામકથાનું રસપાન કરાવશે.

જે કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ર.૩૦ થી પ.૩૦ રાખેલ છે આ રામથા શ્રી શ્રી ૧૦૦૮ ખાખી પ્રભુદાસ મહારાજ દ્વારા (વીરનગરવાળા) ગુજરાતી પંચમુખ હનુમાન મંદિર રામઘાટ પરીકમા ચોક અયોધ્યા, કમલદાસ રામાયણીની પાવન ઉપસ્થિતમાં યોજાશે.

રામકથાની પોથીયાત્રા તા. ૧પ-ર-ર૦ ને શનીવાર સવારે ૯ કલાકે શ્રી બળદેવભાઇ પોપટભાઇ, ભીમાણી તપોવન ભોજનાલયથી રામ મંદિરથી શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે વાજતે - ગાજતે પહોંચશે.

કથા પ્રારંભ તા. ૧પ-ર-ર૦ ને શનિવાર સવારે ૯ કલાકે થશે અને કથા પુર્ણાહૂતિ તા. ર૩ મીના રવિવાર બપોરે પ.૩૦ કલાકે થશે કથા સ્થળ :- શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર બાદનપર (તા. જોડીયા), જિ. જામનગર સર્વે ભાવિકોને કથા શ્રવણ કરવા પધારવા પ.પૂ. ત્યાગી શ્રી પ્રભુદાસ ખાખીજી તથા બાદનપર - જોડીયા (લક્ષ્મીપર) સેવક ભકત  સમુદાય દ્વારા નિમંત્રણ છે

(11:24 am IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST