Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભાવનગરઃ કોઇ પણ પ્રકારની ચિંતા વગર નિશ્ચંતપણે પરિક્ષા આપવા વિદ્યાર્થીઓને કલેકટરનો અનુરોધ

ભાવનગર, તા.૧૪:ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં પરીક્ષા કાઉન્સેલિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષાનો ભય કઈ રીતે દૂર થાય, પરીક્ષાના તણાવ માંથી કઈ રીતે મુકિત મળે તે બાબતે ચર્ચા કરવામા આવી હતી. જેમા પરીક્ષાને પરીક્ષા તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે લઈ વાલીઓને વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો ભાર ન આપવા જણાવ્યું હતુ. બાળક મહત્વનું છે પરીક્ષા નહીં એ બાબત ધ્યાને લઈ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષકોના મૂંઝવણભર્યા પ્રશ્નોનો નિકાલ થાય અને પરીક્ષાનો માનસિક ભય દૂર થાય તે માટે કાઉન્સેલિંગ સમિતિના તમામ સભ્યોને પ્રયત્નશીલ રહેવા અધ્યક્ષ સ્થાનેથી જણાવાયુ હતું.

આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આ બેઠકનો મૂળ હેતુ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા છે તેમને જો કોઇ પ્રશ્ન, સમસ્યા અથવા કોઈ ભય હોય તો તેમનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપી વિદ્યાર્થી કોઈ અનુચિત પગલું ન ભરે એ માટે કાર્ય કરવાનો છે. તે માટે જિલ્લા કક્ષાની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે જેમાં અધિકારીઓના સંપર્ક નંબરો સહિતની માહિતી ઉપલબ્ધ છે જેના દ્વારા વાલી કે વિદ્યાર્થી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. કલેકટરશ્રીએ વાલીઓ માટે સંદેશ આપતા જણાવ્યુ હતું કે વાલીઓ બાળક ચિંતામાં ગરકાવ થઈ જાય, દુઃખી થાય અથવા તો લદ્યુતાગ્રંથિ અનુભવે તે પ્રકારનું વર્તન ઘરમાં ન ઉદભવે તેની કાળજી રાખે તેમજ વિદ્યાર્થીઓ જોગ સંદેશ આપતાં જણાવ્યું હતું કે જીવનના અલગ અલગ દ્યણા તબક્કાઓ હોય છે જેમાં દરેક તબક્કે ઉત્ત્।ીર્ણ થવાય જઙ્ગ એ જરૂરી નથી કોઈ ક્ષેત્રમાં નિષ્ફળતા સાંપડે તો કોઈ ક્ષેત્રમાં સફળતા પણ મળે આથી કોઇ પણ પ્રકારની ચિંતા, ભય કે દેખાદેખી રાખ્યા વગર નિશ્યિંત પણે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જી.સી.ઇ.આર.ટી. ના પૂર્વ નિયામક નલિન પંડિત, મનોચિકિત્સક ડો. પંચાલ, છાયાબેન પારેખ, ડી.ઇ.ઓ શ્રી એન. જી. વ્યાસ, ઈ.આઈ., આચાર્યો, કેળવણીકાર, તજજ્ઞો તેમજ તાલુકા-જિલ્લા કક્ષાના પરીક્ષા કાઉન્સેલીંગના સભ્યો હાજર રહ્યા હતા.

(11:23 am IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST