Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોરબીના ઘૂટું નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બાઈક ચાલાક ઝડપાયો

 

મોરબીના મહેન્દ્રનગર ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્ક નજીકથી મોટર સાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરથી ઘૂટું રોડ પર તાલુકા પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન હરિઓમ પાર્ક નજીકથી પસાર થતા વાહનોમાં ચેકિંગ કરતા આરોપી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલાને વિદેશી દારૂની બોટલ નંગ-૪ કીમત રૂ.૧૬૦૦ તથા મોટર સાઈકલ કીમત રૂ.૨૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૧૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૩,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:15 am IST)