Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોરબી પંથકમાં વિકલાંગ યુવતીને હવસનો શિકાર બનાવનાર નરાધમ રિમાન્ડ મંજુર પર

માનસિક વિકલાંગ યુવતીને ઓરડીમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું

મોરબી નજીકના ગામમાં માનસિક વિકલાંગ યુવતી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઇ એક શખ્શ ઘરમાં ઘુસ્યો હતો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

  મોરબી-વાંકાનેર હાઈવે પરના એક ગામમાં ભોગ બનનાર યુવતી અપંગ અને માનસિક વિકલાંગ હોય જે ગત તા. ૭ ના રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ઘરે એકલી હોય જે એકલતાનો લાભ લઈને આરોપી લાભૂભાઈ ઈશાભાઈ ગોહિલ (રહે મૂળ ગોંડલ અને હાલ મચ્છોયાનગર, રફાળેશ્વર તા. મોરબી ) ઘરમાં ઘુસી ગયો હતો અને માનસિક વિકલાંગ યુવતીને ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારનો ભાઈ ગામમાં ગયો હોય અને પરત ફરતા તેને કઢંગી હાલતમાં જોઈ જતા આરોપી નાસી ગયો હતો

  જે અંગે ભોગ બનનાર યુવતીના ભાઈની ફરિયાદને પગલે મોરબી તાલુકા પીએસઆઈ ડી વી ડાંગરની ટીમે તપાસ ચલાવી હતી અને ભોગ બનનારના કૌટુંબિક બનેવી જ આરોપી હોય જેને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

(1:08 am IST)
  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST