Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માણાવદર પાલિકા પ્રમુખ સહીત પાંચ કોંગી નેતાઓને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ ફટકારી

કોંગ્રેસે આપેલા વ્હીપનો અનાદર કર્યો હતો: જિલ્લા પ્રમુખે શો કોઝ નોટિસ આપી

 

જૂનાગઢના માણાવદર નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ સહિત પાંચ કોંગી સભ્યોને નોટીસ મળી છે. પક્ષાંતર ધારા હેઠળ પાંચેય કોંગી સભ્યોને નોટીસ આપવામાં આવી છે. સભ્યો ગત 10 તારીખે યોજાયેલી સામાન્યસભામાં ગેરહાજર રહ્યા હતા.

  કોંગ્રેસે આપેલા વ્હીપનો અનાદર કર્યો હતો. જે બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને શો કોઝ નોટીસ આપી હતી. અને નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. તે બાદ હવે તેઓને નોટીસ આપવામાં આવી છે.

(9:31 am IST)