Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કચ્છમાં રણોત્સવની સાથે જ દર વર્ષે માંડવીમાં બીચ ફેસ્ટીવલઃ વિજયભાઇ

કચ્છની પ્રવાસન પ્રવૃતિને વેગ આપતી પ્રોત્સાહક જાહેરાતઃ માંડવી દરિયા કિનારે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન

Alternative text - include a link to the PDF!

ભુજ,તા.૧૪: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.

વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

 મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્ત્િ।ના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્ત્િ।ઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતીઙ્ગ તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મ્યુઝિયમના વિકાસ માટે રાજય સરકારની પ્રતિબદ્ઘતા વ્યકત કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ 'કચ્છડો બારે માસ...' એ પરંપરાગત ઊકિતનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો કે રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી – બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું -વાયબ્રન્ટ બનશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. ૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે.

ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજયમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે. માંડવી બીચની ગયા વર્ષે ર લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી દેશ-વિદેશના પર્યટકોને આકર્ષિત કરી શકે તેવી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્ત્િ।ઓ પણ વિકસાવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ મહોત્સવનો અને ટેન્ટ સિટીનો પ્રારંભ કરાવ્યો તે અવસરે પ્રવાસન મંત્રીઙ્ગ જવાહરભાઇ ચાવડા, રાજયમંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(

(10:20 am IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST