Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

ઉનામાં ૬૧ લાખની છેતરપીંડીમાં આરોપીની ૭ દિવસની રીમાન્ડ મંજુર

ઉના, તા. ૧૪ : ૬૧ લાખ ૪૬ હજારની વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદના પ આરોપી પૈકી એક આરોપીની ૭ દિવસની તા. ૧૯ સુધી રીમાન્ડ મંજુર થઇ છે.

ગીરગઢડા રોડ ઉપર હરિકૃષ્ણ કોમ્પ્લેક્ષમાં મહેક ઇન્ડીયા મીરપુલ બેની ફીટ ધી લીમેટ નામની ઓફીસ ખોલી  ગ્રાહકોને ઉંચુ વળતરની લાલચ આપી ર૧૭ ગ્રાહકોના રૂ. ૬૧ લાખ ૪૬ હજાર ૦૪ રૂપિયાના ઉઘરાવી પાકતી મુદતે રકમ પરત ન આપી ઓફીસને તાળા મારી નાસી ગયેલા પાંચ આરોપી પૈકી ઉના પોલીસે કંપનીના એક ડીરેકટર ઉત્કર્ષકુમાર સમયકુમાર શ્રીવાસ્તવ રે. લખનૌ યુ.પી.થી પકડી પાડી પૂછપરછ માટે કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા સાત દિવસની રીમાન્ડ મંજુર કરી હતી અને બાકીના આ સંસ્થાના ૪ ડીરેકટરો સંચાલકો કયાં છે તેની માહિતી મેળવી રહ્યા છે. (૮.૯)

(11:43 am IST)