Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

ભુજઃ પરિણિતાના આપઘાત કેસમાં પતિ-સાસુ-જેઠાણીને અઢી વર્ષની સજા

દહેજ માટે ત્રાસ આપી આપદ્યાત કરવા મજબૂર કરનાર પતિ, સાસુ અને જેઠાણીને અઢી વર્ષની જેલ

ભુજ, તા.૧૪: નખત્રાણાના રવાપર ગામે સપ્ટેમ્બર,૨૦૧૦માં ક્ષત્રિય સોઢા પરિવારની યુવાન પરિણીતાએ કરેલ આત્મહત્યાના કેસમાં ભુજ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રાણુબા નામની યુવાન પરિણીતાએ કરેલી આત્મહત્યામાં દૂષપ્રેરણા માટે કોર્ટે પતિ તેનસિંહ ભેરજી સોઢા, સાસુ રાણુબા ભેરજી સોઢા અને જેઠાણી મોંદ્યીબા ઇન્દ્રસિંહ સોઢાને અઢી વર્ષની જેલ તેમ જ દરેકને ૧૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો છ મહિનાની જેલની સજા ફટકારી છે.

ભુજ કોર્ટના ૮માં અધિક સેશન્સ જજ જે. એસ. મલ્હોત્રાએ ૧૧ સાક્ષીઓ અને ૧૫ દસ્તાવેજી પુરાવા તપાસી સજા ફટકારી હતી. મૃતક પરિણીતાના ભાઈ બાલુભા હરિસિંહ જાડેજાએ બહેનના સાસરિયાઓ વિરુદ્ઘ આપદ્યાત માટે જવાબદાર હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી તથા ફરિયાદ પક્ષે આર. એસ. ગઢવી, ખેતશી પી. ગઢવી રહ્યા હતા.(૨૩.૯)

(11:36 am IST)