Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

વેરાવળનાં ભીડીયા (બંદર)માં શહેરી સમૃદ્ધિ યોજનાં જન-ધન યોજનાં, ઉજવલા યોજના અંગે મીટીંગ મળી

પ્રભાસપાટણ તા.૧૪: વેરાવળનાં ભીડીયા (પ્લોટ) બંદરમાં પટેલ ધનજીભાઇ લક્ષ્મણભાઇ વૈશ્યનાં અધ્યક્ષ સ્થાને શહેરી સમૃદ્ધિ ઉત્સવ યોજનાં ૨૦૧૯, પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં બેંક ખાતા ખોલવા, સખી મંડળો બહેનોનાં રચના બાબતે, ઉજવલા યોજના, તેમજ આરોગ્ય વિભાગની બહેનોએ વેસેલીન તથા ટયુબનું વિતરણ બાબતે મીટીંગનું આયોજન તેમજ કેમ્પોનું આયોજન કરેલ.

કેમ્પમાં બહોળા પ્રમાણમાં સખી મંડળની બહેનો તથા મહિલાઓએ ભાગ લીધો હતો. આ બેન્ક ખાતા ખોલવામાં એસ.આઇ.બી. કોર્પોરેશન, પંજાબ નેશનલ  અને ઇન્ડિયન બેન્કનાં અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી અંદાજીત ૨૫૦ ખાતાઓ ખોલનારે ભાગ લીધો હતો. તેમજ આ કેમ્પમાં આરોગ્ય ખાતાની યોજનાઓ તથા રસીકરણ અંગેની જાગૃતિ બાબતે માહિતી આપેલ હતી. આરોગ્ય વિભાગમાંથી વેસેલીન તથા દાજી ગયેલાની ટયુબ ક્રિમનું મહિલાઓને વિતરણ કરવામાં આવેલ.

મામલતદાર દેવકુમાર આંબલીયા ઉજવલા યોજનાં તેમજ બેંક ખાતામાં બચન કઇ રીતે કરવી એ અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી. તેમજ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જતિન મહેતા, એસ.બી.આઇ.નાં મેનેજર પરમાર, એસ.એમ.આઇ.ડીના મેનેરજ ઝાલા, આરોગ્ય વિભાગના ભાવનાબેન વિસાવાડીયા, મનીષાબેન ચારીયા, હિનાબેન ડોડીયા, નગરપાલિકાનાં સભ્ય વશરામભાઇ સોલંકી તથા જાગૃતિબેન બારૈયા હાજર રહયા હતો. કેમ્પ અને મીટીંગને સફળ બનાવવા માટે પટેલ ધનજીભાઇ વૈશ્ય તથા આગેવાન ભાઇઓ, સામાજીક કાર્યકર દામજીભાઇ બારૈયા, મહિલા કમીટીનાં બહેનોએ જહેમત ઉઠાવી હતી.

 

(10:26 am IST)