Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વ્યવહારિક કામે સાસરાયે જઇ રહેલ બાઇક સ્વાર ખેડૂત પુત્રનું ટ્રેલરની ઠોકરે મોત

મોટી મોલડીના યુવાનનો ભોગ લેવાયોઃ એકને ઇજા

ચોટીલા તા. ૧૪ : મોટી મોલડી ગામનો યુવાનઙ્ગકૌટુંબિક ભાઇ સાથેઙ્ગવ્યવહારિક કામે સાસરીમાં બાઇક લઇને જતા હતા ત્યારે હાઈવે ઉપર પાછળથી આવતા ટ્રેલરે ટક્કર મારતાં ઘટના સ્થળે જયંતીભાઈ મેઘાણીનુંં મૃત્યુ નીપજેલ સાથેની વ્યકિતને ગંભીર ઇજા પહોચતા રાજકોટ ખસેડવામાં આવેલ છે

અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ મોટી મોલડી ગામના ખેડૂત વિરજીભાઇ અણદાભાઇ મેધાણીનો મોટો પુત્ર જયંતીભાઇ વ્યવહારિક કામ સબંધે પિતરાઇ ભાઇ વિપુલ માધાભાઇ મેઘાણી સાથે બાઇક લઇને વાકાનેરના રૂપાવટી ગામે સોમવારનાં બપોર બાદ જતા હતા ત્યારે ચોટીલા રાજકોટ હાઇવે ઉપરનાં નાની મોલડી ગામની આગળ જતા પાછળથી પુર ઝડપે ગફલત ભરી રીતે આવતા ટ્રેલરે જોરદાર ટકકર મારતા બંને રોડ ઉપર ફંગોળાઇ પટકાતા ગંભીર ઇજાઓ પહોચેલ હતી આસપાસનાં લોકો દોડી આવતા જોતા સથળ ઉપર જયંતીભાઇ મેઘાણી (ઉ.વ ૨૫)નું કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું સાથેના વિપુલભાઇને ગંભીર ઇજા પહોચતા ૧૦૮માં ચોટીલા હોસ્પિટલ લાવવામાં આવેલ.ઙ્ગ

મૃતક બે પુત્રીનાં પિતા અને ત્રણ ભાઇઓમાં સોથી મોટા હતા તેમના અવસાન થી પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(12:38 pm IST)
  • પાકે ફરી કરી નાપાક હરકત : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આજે ફરી કર્યું સીઝ્ફાયરનું ઉલંઘન : કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 8:36 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટોઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી access_time 9:38 am IST

  • રાજકીય સન્યાસ લઈ રહેલાના અહેવાલો ઉપર ઉમા ભારતીએ કહ્યુ કે, ૩ વર્ષ સુધી હું ચૂંટણી નહીં લડુ, પ્રધાન તરીકે ચાલુ રહીશ access_time 11:30 am IST