News of Wednesday, 14th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડા પવનનાં સુસવાટાઃ 'મસી'નું આક્રમણ

અચાનક નાની જીવાત ઉડતા વાહનચાલકોને મુશ્કેલીઃ ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટા સાથે આજે વહેલી સવારથી ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારના સમયે ઠંડો પવન ફુંકાતા લોકોને ટાઢોડાનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનની સાથો સાથ આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ જીણી જીવાત 'મસી'નું આક્રમણ થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો અનુભવાય રહ્યો છે.

જૂનાગઢ સહિત સોરઠમાં સવારે ભારે પવન

જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં આજે પવનને માજા મુકી છે. છેલ્લા બે દિવસથી ઠંડી સતત ઘટી રહી છે. સવારે લઘુતમ તાપમાન વધીને ૧૯.૯ ડિગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

પરંતુ ઠંડીની જગ્યાએ પવન વધતા જનજીવનને અસર થઈ હતી. સવારે ૬.૩ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ધૂળની ડમરી પણ ચડી હતી.

સવારે વાતાવરણમાં ભેજ ઘટીને ૩૩ ટકા રહેતા ગરમી વધી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી, લઘુતમ ૧૪.૫ ડિગ્રી, ભેજ ૫૭ ટકા અને પવનની ઝડપ ૬.૯ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:36 am IST)
  • કેદારનાથ ધામના ૨૯ એપ્રિલે તથા બદ્રીનાથના ૩૦ એપ્રિલે કપાટ ખુલશે access_time 4:33 pm IST

  • રાત્રે રાજકોટ જામનગર હાઇવે ઉપર અકસ્માત :પડધરી ટોલબુથ પાસે ટ્રેકટર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત ;કાંતિભાઈ ગોડાનું મોત ;ગ્રામજનો બચાવકાર્યમાં લાગ્યા access_time 9:56 pm IST

  • મહારાષ્ટ્રના વર્ધા નણપુર વિદર્ભમાં બે દિવસથી વરસાદ- બરફના કરા :૧I લાખ હેકટર પાકને નુકશાન access_time 4:11 pm IST