Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પ્રભાસ પાટણમાં પટણી સમાજની ચૂંટણી બાબતે સામસામી મારામારી

વેરાવળ તા.૧૪ : પ્રભાસ પાટણ પટણી સમાજની ચૂંટણી જાહેર કરવા બાબતે સમાજના લોકો પટણી જમાત ખાનામાં રવિવારે રાત્રીના એકઠા થયેલ જેમાં મલેકવાડા વિસ્તારમાં રહેતા આરીફ મમદ ચૌહાણ (ઉ.વ.૩ર) તથા દાનીશ નુર મલેક (ઉ.વ.૩ર) પણ હાજર રહેલ તે વખતે બોલાચાલી થતા રફીક અલી ગલા, હસન અલી ગલા, સરફરાજ ઉર્ફે પાકીજા, યુસુફ હુસેન મલંગ, સલીમ પંજા, વસીમ અબ્દરહેમાન મલેક, આબીદ અબ્દરહેમાન મલેક સહિતના ઉશ્કેરાઇ લોખંડના પાઇપ, લાકડી વડે પંચ વડે બંને યુવાનોને માર મારતા વેરાવળ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતા.

આ બનાવ અંગે ઇજા પામેલ આરીફ ચૌહાણએ ઉપરોકત શખ્સો સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ જેમાં આ મારામારી દરમ્યાન હાથમાં રહેલ સેમસંગ ફોન રૂ.૮ હજાર તથા રોકડા રૂ.૮ હજારની લૂંટ કરી લઇ ગયાનું નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૯૭, ૩ર૪, પ૦૪, પ૦૬/ર, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધેલ છે. સામાપક્ષે હારૂન સીદીક મલેકે આરીફ મહમદ ચૌહાણ, રફીક મલેક, ઇમરાન યુસુફ, દાનીસ મલેક, અફઝલ હનીફ, હારૂન ગૌવાલ, હનીફ દાદા સામે હુમલો કરી મારમાર્યાની નોંધાવેલ છે.

દારૂ-જુગાર દરોડા

સુત્રાપાડાના સીગસર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી (૧) મુસ્તાક સૈયદ (ર) પ્રેમજી ચુડાસમા (૩) વસરામ વાજા (૪) સબ્બીર સૈયદ (પ) ગુલામહુસેન સૈયદ (૬) ગુલામ હુસેન ઉર્ફે દિલાવર નકવી (૭) અનવર સૈયદ (૮) મહમદ હુસેન અલવી રહે.સીગસરવાળાને રોકડા રૂ.૧ર૪૦૦ સાથે ઝડપી જેલ હવાલે કરેલ છે.

સુત્રાપાડાના ગોરખમઢી ગામે વિજયભાઇ માંડાભાઇ ચુડાસમાને વિદેશી દારૂ બોટલ નંગ-૧૬, રૂ.૬૪૦૦ સાથે ઝડપી જેલ હવાલે કરેલ છે.

(11:36 am IST)
  • રાત્રે રાજકોટ જામનગર હાઇવે ઉપર અકસ્માત :પડધરી ટોલબુથ પાસે ટ્રેકટર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત ;કાંતિભાઈ ગોડાનું મોત ;ગ્રામજનો બચાવકાર્યમાં લાગ્યા access_time 9:56 pm IST

  • ૪૪ દિવસમાં સરહદ ઉપર દુશ્મનો સામે લડતા લડતા ૨૬ જવાનોએ બલિદાન આપ્યા access_time 4:11 pm IST

  • તારાપુર - વટામણ હાઈવે ઉપર ઓવરટેક કરવા જતાં એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતઃ ૧૨ મુસાફરો ઘાયલઃ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા access_time 4:22 pm IST