Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગાંધીધામમાં મહિલા દ્વારા ચલાવાતી જુગાર કલબ ઝડપાઇ

ભુજ તા. ૧૪: ગાંધીધામ પોલીસે સિંધુવર્ષા કોલોનીમાં દરોડા પાડીને જયશ્રીબેન દિલીપ ઢાલાણી (ઉ. પ૦) દ્વારા ચલાવાતી મહિલા જુગાર કલબ ઝડપી પાડી છે. રૂ. ર૪,૪૦૦ અને પત્તા સાથે અન્ય ચાર મહિલાઓ નલીના અશોક પાલા માકબાઇ કરસન ગઢવી, જાન્હવી ઉર્ફે ગુડી, રઝીયા એમ પાંચ મહિલાઓ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:34 am IST)