Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પેરોલ ઉપર ફરાર આરોપી અવેશ ધોણીયાએ ચોટીલા પાસે ત્રણ શખ્સો ઉપર કરેલો ગોળીબાર

ચોટીલા, તા. ૧૪ : શનિવારના રાત્રીના ઝરીયા મહાદેવ નજીક નારવાળા પીરની દરગાહે ઉર્ષમાંથી ઇકકો કારમાં પાછા ફરતા અજીમભાઈ કલાડીયા સહિત ત્રણ શખ્સો ઉપર અવેશ ગનીભાઇ ધોણીયાએ હવામાં ફાયરીંગ કરતા તેના વિરૂદ્ઘ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ તા. ૧૧ નાં રાત્રે ફરિયાદી અજીમભાઈ નુરાભાઇ કલાડીયા, આતિફ આરીફભાઇ લોલાડીયા અને અસરફ યુસુફભાઇ કલાડીયા ઝરીયા મહાદેવ નજીક આવેલ દરગાહે ઉર્ષમાં ઇકકો કાર લઇ ગયેલ, રાત્રીનાં ૧.૩૦ પછી પરત ચોટીલા આવતા હતા તે સમયે સામે ઝરીયા મહાદેવના રસ્તે સફેદ સ્કોર્પિયો કારમાં આરોપી અવેશ દ્યોણીયા સહિતના શખ્સોએ ગાળો આપી સાથેના શખ્સો નીચે ઉતરતા ફરી પોતાની કાર લઇ નિકળી જતા પાછળથી સ્કોર્પિયો કાર ચલાવી રહેલ અવેશ ગનીભાઇ એ પોતાની પાસેનાં હથિયારમાંથી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા તેના વિરૂદ્ઘમાં સોમવારનાં નાણાં પડાવવાની ગણતરીએ આવુ કરેલ હોવાની ફરિયાદ આપતા ચોટીલા પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

ગુનેગાર હત્યાના ગુનામાં પેરોલ મેળવ્યા બાદ નાસતો ફરતો છે ચોટીલા પોલીસમાં અનેક ગુનાઓ છે જેમા મારામારી, ફાયરીંગ, ખંડણી સહિતનાનો સમાવેશ થાય છે પરંતુ કાયમ ચોટીલા વિસ્તારમાં આવી ગુનો આચરી નાસી જવામાં આરોપી સફળ રહે છે.

વરલીનો જુગાર

ચોટીલા હાઇવે પોલીસ ચોકી નજીક આવેલ દેવમણીરત્ન હોસ્પિટલ પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફરકાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા વાસુદેવ નાનુભાઈ ચૌહાણને રેન્જ આઇ જી સ્કવોડ નાં દિલીપસિંહ સિંધવે ૮૪૦૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:34 am IST)
  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • દેશમાં આજે ઠેર-ઠેર થઈ રહ્યો છે વેલેન્ટાઇન-ડે નો વિરોધ : હૈદ્રાબાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા બાળ્યા : ચેન્નાઈમાં ભારત હિંદુ ફ્રન્ટ સંસ્થાએ વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં કુતરા ને ગધેડાના લગ્ન કરાવ્યા : અમદાવાદમાં રીવરફ્રન્ટ પર બજરંગ દળના લોકો પ્રેમી યુગલો પાછળ લાકડી લઈને દોડ્યા : પટણામાં વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને પુતળા સળગાવ્યા હતા. access_time 12:57 pm IST

  • પાટણના ચાણસ્મા રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : અંબાલાલ હરગોવન આંગડિયા પેઢીમાં છ ઈસમોએ બંદૂક બતાવી એક લાખ રોકડની લૂંટ કરી : ત્રણ શખ્સો પેઢીમાં ઘુસ્યા અને બંદૂકનો ડર બતાવી લૂંટ ચલાવી : લૂંટની જાણ થતા ચાણસ્મા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી access_time 3:43 pm IST