Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વલારડીમાં વઘાસીયા પરિવાર દ્વારા શનીવારથી શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

વ્યાસાસને રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટઃ લક્ષ્ય ચેનલ ઉપર જીવંત પ્રસારણઃ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટઃ સંતો-મહંતો આર્શિવચન પાઠવશે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાગવત્ ગ્રંથ અર્પણ કરતા વઘાસિયા પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૪: અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામમાં સુરાપુરા દાદાની પ્રેરણાથી સમસ્ત વઘાસીયા પરિવાર દ્વારા સમસ્ત વઘાસીયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના સાનિધ્યમા ચોસઠ જોગણીઓના અવતરણનુ મહાપર્વ ''શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ''નું રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને ભવ્ય આયોજન કરાયુ છે. આ ધર્મોત્સવની માહિતી 'અકિલા'કાયાલયે વર્ણવી હતી.

'અકિલા' કાર્યાલયે વઘાસીયા પરિવારના રાજુભાઇ વઘાસીયા, જયેશભાઇ વઘાસીયા, નિતીનભાઇ વઘાસીયા, સંદિપભાઇ વઘાસીયા, સુભાષભાઇ વઘાસીયાએ જણાવ્યુ હતુ કે, કુળદેવી શ્રી વેરાઇ માતાજી અને સુરાપુરા દાદાની પ્રસન્નતાથી વઘાસીયા પરિવારના સહિયારા સાથથી રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને તા.૧૭ થી તા.૨૫ સુધી શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી કરાયુ છે જેમા મહાપ્રસાદનું બપોરે ૧૧:૩૦ વાગ્યે અને સાંજે ૬ વાગ્યે આયોજન કરાયુ છે.

તા.૧૭ને શનીવારે સવારે ૮ વાગ્યે પોથીયાત્રા સાથે શ્રીમદ્ દેવી ભાગવત કથાનો પ્રારંભ થશે. જેમાં તા.૨૦ને મંગળવારે સાંજે પ વાગ્યે શ્રી જગદંબા માતાજી પ્રાગટય, તા.૨૨ને ગુરૂવારે સાંજે ૬ વાગ્યે શ્રી અન્નપૂર્ણા મહોત્સવ, તા.૨૪ને શનીવારે સાંજે ૪:૩૦ વાગ્યે તુલસી વિવાહ તથા તા.૨૫ને રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે કથા વિરામ લેશે. તા.૨૬ને સોમવારે સવારે ૭ થી સાંજના ૪ વાગ્યા સુધી એક કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયુ છે.

શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ અંતર્ગત ચોસઠ જોગણી દર્શન થશે જેમાં ૬૪ માતાજીના આબેહુબ દર્શન, વેશભુષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કથામાં પ્રસંગ દરમિયાન જેન્તીભાઇ ડોડીયાળાવાળા વેશભુષા તથા ધાર્મિક પ્રદર્શનના દર્શન કરાવશે.

આયોજકોએ ''અકિલા''   ને જણાવ્યુ કે કથા દરમિયાન દરરોજ રાત્રીના કાર્યક્રમોની રમઝત બોલશે જેમાં તા.૧૭ના વઘાસીયા પરિવારના સુરાપુરા શ્રી પાતાદાદાની શુરવીર ગાથા રજુ કરાશે.

તા.૧૮ સરસ્વતી ગૌશાળા ધૂન મંડળ સુરતનો કાર્યક્રમ, તા.૧૯ની રાત્રે લોકડાયરો જેમાં અલ્પા પટેલ, દિનેશ વઘાસિયા, જયોતિદાન ગઢવી, ગજાનંદ વડોદરા ડાયરો જમાવશે. તા.૨૦ના સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી દ્વારા અને તા.૨૧ના રોજ શ્રી આગળ રાસ મંડળ પોરબંદરનો કાર્યક્રમ અને તા.૨૩ના રોજ રાત્રે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ઘનશ્યામ લાખાણી, તા.૨૪ના રાત્રે દાંડિયારાસ જેમાં દિનેશ વઘાસીયા, કાજલ વઘાસીયા, જય વઘાસીયા, કિશન વઘાસીયા, આશિષ વઘાસીયા, અરવિંદ વઘાસીયા, જાશમીન શેખ જમાવટ કરશે. જલથેરાપી એન્ડ નેચરોપેથી સેન્ટરના ડો.અંકિત વઘાસીયા અને જીપ્સ હોસ્પિટલ અને વ્યસનમુકિત સેન્ટરના ડો.પ્રદીપ વઘાસીયા, મેહુલ પટેલ અમદાવાદ દ્વારા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગી લાઇન્સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા બ્લડ ડોેનેશન કેમ્પ તા.૧૮,૨૧,૨૪ ફેબ્રુઆરીએના સવારે ૧૦ થી બપોરના ૧ દરમિયાન યોજાશે.

આ મહોત્સવમાં શ્રીભારતી બાપુ, શ્રી કનશ્વરીદેવીજી, શ્રી રમેશભાઇ ઓઝા, શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી કિશ્નકુમારજી મહોદય, શ્રી પુરૂષોતમલાલજી, શ્રી શેરનાથ બાપુ, શ્રી જીવરાજબાપુ, શ્રી કરશનદાસ બાપુ, શ્રી ગીરીબાપુ, નરેશભાઇ પટેલ, પરેશભાઇ ગજેરા, મનસુખભાઇ વઘાસીયા (ડેની), કાનજીભાઇ ભાલાળા, જીતુભાઇ વાઘાણી, પરશોતમભાઇ રૂપાલા, જયેશભાઇ રાદડીયા, વી.વી. વઘાસીયા, પરેશભાઇ ધાનાણી, વિરજીભાઇ ઠુંમર તેમજ સંતો-મહંતો, મહાનુભાવો, ઉધોગપતિઓ, વેપારીઓ, સગાસ્નેહીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

શ્રીમદ દેવી ભાગવત કથા દરમિયાન સ્વાચ્છતા અભિયાનના સંકલ્પ લેવડાવવામાં આવશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના અભિયાનને વધુ વેગવંતુ કરાશે.

''અકિલા'' કાર્યાલયે વઘાસીયા પરિવારના રાજુભાઇ વઘાસીયા, જયેશભાઇ વઘાસીયા, નિતીનભાઇ વઘાસીયા, સંદિપભાઇ વઘાસીયા, સુભાષભાઇ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ ''લક્ષ્મ''ટીવી ચેનલ પર કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા દરેક ભાઇઓ, બહેનો,વડીલોને સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે મો.૮૨૩૮૩ ૪૬૩૪૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

રાજકોટઃ વઘાસીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ દેવી ભાગવત કથાના આ સમગ્ર આયોજન ૫૦ વીઘાથી વધારે જમીન ઉપર કરવામાં આવેલ છે. જેમાં બે મંડપના વિશાળ ડોમ ઉભા કરવામાં આવેલા છે જેમની સાઇઝ ૧૫૦*૩૦૦ ચો.ફુટ એ ૯૦*૩૦૦ ચો.ફુટ.આ જ્ઞાન યજ્ઞમાં સતત ૯ દિવસ જ્ઞાનની સરવાણી સાથે મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. આ સમગ્ર આયોજનમાં અંદાજે ૨૦ જેટલી સમિતિની રચના કરવામાં આવી છે જેમાં દરરોજ ૧૫૦૦ થી વધારે સ્વયંસેવકો સેવા આપશે અને હજારો ભાવિકો આ લાભ લેવા પધારશે.

વિજયભાઇ આવશે

રાજકોટઃ વઘાસીયા પરિવાર આયોજીત શ્રીમદ દેવી ભાગવત કથામાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ પાઠવાયુ હોવાનુ આયોજકોએ જણાવ્યુ હતુ.

શ્રી વિજયભાઇ રૂપાણી કોઇ એક દિવસ કથા દરમિયાન સમય ફાળવશે અને કથામાં હાજરી આપશે.

(11:33 am IST)