Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

જુનાગઢમાં જીઅેસટીની નકલી નોટીસ મોકલીને દોઢ લાખ પડાવવા જતા રાજકોટનો પરેશ ઉર્ફે પાર્થ મહેતા ઝડપાયો

જીઅેસટી અધિકારીની ઓળખ આપીને કાલે ચેકીંગ આવશે તેમ કહીને વેપારી પાસે તોડ કરવા જતા ફસાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં વનરાજ બેસન મિલ ધરાવતા ફરિયાદી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરા જાતે પટેલના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ ફોન ઉપરથી GST વિભાગના અમદાવાદના GST કમિશ્નરની સહીથી નોટિસ આવેલ હતી. જેથી, આ મોબાઈલ નંબર ઉપર ફેકટરી માલિક વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વાત કરતા, GST અધિકારી તરીકે ઓળખ આપી, GST નું ચેકીંગ કાલે આવશે, નોટિસ રદ કરાવવી હોય તો, રૂ. 2,00,000/- વહેવાર કરવો પડશે, તેવું જણાવી, બેન્ક એકાઉન્ટ નમ્બર આપવામાં આવેલ હતા. વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વિનંતી કરતા બાર્ગેનીંગ કરી, દોઢ લાખમાં નક્કી કરેલ હતું. વેપારી દ્વારા કદાચ બેંકમાં મેળ ના પડે તો રોકડા રૂપિયા આપી દવ, ક્યાં પહોંચાડવાના..? તેવું પૂછતાં, રાજકોટ પહોંચાડવા જણાવેલ હતું. વેપારી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ હતી...._

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા  GST અધિકારી તરીકે ઓળખાણ આપી, વેપારી પાસેથી રૂપિયા પડાવવાની બાબતને ગંભીરતાથી લઈને, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ટ્રેપ કરીને પકડી પાડવા જૂનાગઢ પોલીસ ટીમને સૂચના કરવામાં આવેલ હતી...._

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરીએ પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફના હે.કો. વિક્રમભાઈ, અનકભાઈ, સહિતની એક ટીમને તાત્કાલિક રાજકોટ રવાના કરી હતી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.એમ.ધાખડા, હે.કો.અમિતભાઇ, મયુરભાઈ, સહિતની ટીમની મદદ આધારે વેપારી પોતાના સંબંધીની દુકાન યાજ્ઞિક રોડ ઉપર આવેલ હોઈ, ત્યાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરાવી, રૂપિયા લેવા બોલાવી, છટકું ગોઠવી, ક્રાઈમ બ્રાન્ચ તથા જૂનાગઢ પોલીસ ટીમ યાજ્ઞિક રોડ ઉપર ગોઠવાઈ જતા,  આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયા ઉવ. 42 રહે. મયુર પાર્ક, ધર્મરાજ એપાર્ટમેન્ટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ , દોઢ લાખ રૂપિયા લેવા આવતા, પકડાઈ ગયો હતો. જેને જૂનાગઢ પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો..._

 

જૂનાગઢ શહેરના માર્કેટ યાર્ડ નજીક, દોલતપરામા આવેલ વનરાજ બેસન મિલના માલિક વેપારી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરા જાતે પટેલ રહે. જૂનાગઢ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે  GST અધિકારીના નામે નોટિસ આપી, તોડ કરવાની કોશિષ પેટે દોઢ લાખ રૂપિયાની માંગણી  કરવા બાબતે પકડાયેલ આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયા ઉવ. 42 રહે. મયુર પાર્ક, ધર્મરાજ એપાર્ટમેન્ટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, તપાસ હાથ ધરવામાં આવેલ છે...._

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. માલદેભાઈ, સંજયભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દ્વારા  પકડાયેલ આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતાને બીમારી હોઈ, પોતાના માતા પિતા ઉમર લાયક હોઈ, બાળકોના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતે ઓન લાઇન GST નમ્બર મેળવી, ઓનલાઈન જ નોટિસ તૈયાર કરી, મોબાઈલ મારફતે વોટ્સએપ કરી, વેપારી સાથે રૂપિયા બાબતે વાતચીત કરી, માંગણી કરેલાની કબૂલાત  કરેલ હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયાએ  વાપરેલા મોબાઈલ નંબર તથા વેપારીને આપવામાં આવેલ બેન્ક એકાઉન્ટ નમ્બર આધારે, આરોપી દ્વારા કેટલા વેપારીઓ સાથે આ રીતે ગુન્હો આચારી, રૂપિયા ઉઘરાવેલા છે, તે બાબતે ઝીણવટ ભરી તપાસ  એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે..

 

(9:11 pm IST)
  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST