Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

માંડવીમાં દરિયામાં સહેલાણીઓની બોટ ડૂબતા અમદાવાદના મહિલાનું મોત

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન માંડવી બીચ ઉપર પ્રવાસીઓની ભીડ

ભુજ : આજે ઉતરાયણના તહેવાર દરમ્યાન કચ્છના માંડવી બીચ પર લોકો ઉમટી પડ્યા હતા. દરમ્યાન દરિયામાં સહેલાણીઓને ફરવા લઈ જતી રાઈડીંગ બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર પાંચ સહેલાણીઓ પૈકી એક મહિલાનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. મૃત્યુ પામનારા મહિલા બેલાબેન ગિરીશ ઠકકર (ઉ.૫૧) મણિનગર, અમદાવાદથી સહ પરિવાર કચ્છ ફરવા આવ્યા હતા.   જ્યારે બોટમાં સવાર અન્ય ચાર સહેલાણીઓને બચાવી લેવાયાં હતા.

(8:49 pm IST)