Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગરમાં કોવિડશીલ વેકસીનના કરાયા વધામણાં : 14000 વેક્સિનનો જથ્થો બે વાહનોમાં આવી પહોંચ્યો

મહાનુભાવોએ ફુલહાર કરી નાળિયેર ફોડી ઉષ્માભેર વેકશીનના વધામણાં કર્યા

જામનગરની કલેકટર ઓફિસ ખાતે આજે સાંજે કોઈ છે વેકેસીનનો 14000 વેક્સિનનો જથ્થો બે વાહનો મારફત આવી પહોંચ્યો હતો.આ કોવિડશીલ વેકશીનના વધામણા માટે કલેકટર કચેરીએ સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા ,  કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, જિલ્લા તેમજ શહેરના આરોગ્ય અધિકારીઓ સહિતના મહાનુભાવોએ ફુલહાર કરી નાળિયેર ફોડી ઉષ્માભેર વેકશીનના વધામણાં કર્યા હતા. તસવીરો: કિંજલ કારસરીયા જામનગર

(9:12 pm IST)