Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાના નવા સ્ટ્રેનનો દર્દી દેખાતાં ચિંતા, લંડનથી કચ્છના માંડવી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ : સંપર્કમાં આવેલા ૧૦ જણાને કવોરેન્ટાઈન કરાયા, ભુજના બે એનઆરઆઈ ને પણ કોરોના પોઝિટિવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : કોરોનાનો નવા સ્ટ્રેન સૌરાષ્ટ્ર કચ્છમાં દેખાતાં આરોગ્યતંત્ર માં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે લંડનથી માંડવી આવેલ ૩૭ વર્ષીય યુવાન એનઆરઆઈ નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગત ૩૧ તારીખે આ યુવાનનું સેમ્પલ લઈને તે સેમ્પલ પૂના વાયરોલોજી લેબમાં મોકલાયું હતું. જેમાં આ યુવાનને બ્રિટનમાં દેખાયેલા કોરોનાનો નવો સ્ટ્રેન હોવાનું જણાયું છે. હાલે આ યુવાનની તબિયત સ્થિર છે અને તે મુન્દ્રાના પ્રાગપર ગામે આવેલા એંકરવાલા અહિન્સાધામ મધ્યે ઊભા કરાયેલા કવોરેન્ટાઈન સેન્ટર મધ્યે જિલ્લા આરોગ્ય તંત્રની દેખરેખ તળે સારવાર હેઠળ છે. તેની સાથે સંપર્કમાં આવનારા ૧૦ જણાને પણ કવોરેન્ટાઈન કરાયા છે. તો, લંડનથી ભુજની પટેલ ચોવીસીમાં  આવેલા પતિ પત્ની પોઝિટિવ છે. જોકે, આ બન્ને પતિ પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમનામાં નવા સ્ટ્રેનનો વાયરસ નથી. આ બન્ને જણ પણ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. આમ, અત્યારે કચ્છમાં દેખાયેલા કોરોનાના નવા સ્ટ્રેને લોકોમાં ચિંતા સર્જી છે તો આરોગ્યતંત્ર દોડતું થયું છે.

(6:22 pm IST)
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST