Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

માળીયામાં સગીરાનું અપહરણ કરનાર સીપીઆઇ ટીમે ઝડપ્‍યો

મોરબી,તા.૧૩ : માળિયામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપ્‍યો         માળિયા પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્‍યું હોય જે બનાવ અંગે તપાસ ચાલવતા સીપીઆઈ ટીમ દ્વારા આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેમોરબી સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર આઈ એમ કોઢિયાની ટીમ અપહરણના ગુન્‍હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્‍હામાં આરોપી સુખદેવ અરજણ દેગામાં (ઉ.વ.૨૫) રહે કુંભારિયા તા. માળિયા વાળો ધ્રાંગધ્રાથી હળવદ તરફ આવતા રોડ પર ઢવાણા ગામના પાટિયા પાસે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમે આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે અને આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્‍યો છે.

(1:20 pm IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST