Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જુનાગઢમાં ર૦ કરોડના ખર્ચે બની રહેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ

જુનાગઢ તા.૧૩ : મહાનગરપાલિકા  દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત રૂ.ર૦.૦૦ કરોડના ખર્ચે દૈનિક ૮.પ એમએલડી ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિલખા રોડ ખાતે હાલ નિર્માણાધીન છે. આ કામગીરીનું નિરીક્ષણ મેયર ધીરૂભાઇ  ગોહેલ કમિશ્નર તુષાર ડી. સુમેરા, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમીતીના ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, કાર્યપાલક ઇજનરે અલ્પેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ.

બિલખા રોડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાંઅ ાવેલ આ પ્લાન્ટની કામગીરી હાલ પુર્ણતાના આરે છે. ટુંક સમયમાં આ કામગીરી પુર્ણ થશે જેના કારણે જુનાગઢમાં વર્ષોથી આ પ્લાન્ટ તથા અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ કાર્યરત ન હતા. જે હાલમાં કામગીરી કાર્યરત છે.આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર્ણ થતાં શહેરના વોર્ડ નં.૧૪, ૧પ તથા એગ્રીકલ્ચર યુનિવર્સિટી તથા ખાડીયા વિસ્તાર સહિતની કાળવામાં આવતી ગટરનું ગંદુ પાણી એસટીપીમાં શુધ્ધ કરવામાં આવશે. ત્યારબાદ જીપીસીબીન ગાઇડ લાઇન અનુસારના માપદંડો મુજબનું શુધ્ધ પાણી કુદરતી વહેણમાં છોડવામાં આવશે. જે સરકારશ્રીની કાર્યવાહી હાલ કાર્યરત છે. આ ટ્રીટમેન્ટ થયેલ પાણી રાજય સરકારશ્રીની વેસ્ટ વોટર પોલીસી મુજબ ખેતી અને ઉદ્યોગોને આપી શકાશે. કમિશ્નરએ જણાવ્યું હતું કે જુનાગઢ શહેરની ગટરનું પાણી સૌ પ્રથમ ટ્રીટમેન્ટ કરી કુદરતી વહેણમાં છોડવામાં આવશે. જેથી જમીનનું પ્રદુષણ રોકી શકાશે તથા સ્વચ્છતા સર્વેક્ષણમાં જુનાગઢનો રેન્ક સુધરશે.

(1:19 pm IST)