Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સાવરકુંડલા પાલિકા પરિસરમાં જોગીદાસ ખુમાણની પ્રતિમા મુકાશેઃ કામગીરીનો પ્રારંભ

પૂર્વ પ્રમુખ વિપુલભાઇ ઉનાવા સહિતનાની ઉપસ્થિતી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ :.. રાજાશાહી સમયમાં સાવરકુંડલા પરગણાનાં ઘણી એવા જોગીદાસબાપુ ખુમાણ પ્રત્યે વર્તમાન સમયમાં પણ શહેર અને તાલુકાભરનાં લોકો અપાર પ્રેમ અને આદરની લાગણી ધરાવે છે. ત્યારે શહેર અને તાલુકાની જનતાની લાગણીને ધ્યાનમાં રાખી સાવરકુંડલ શહેરમાં મહુવા રોડ ઉપર આધુનિક બીલ્ડીંગમાં કાર્યરત થયેલી નગરપાલીકાનાં કમ્પાઉન્ડમાં સ્વ. શ્રી જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુ બનાવવા માટે પુર્વ નગરપતિ વિપુલભાઇ ઉનાવાએ આયોજન કરી તેને મંજૂરી આપેલી જે અંદાજે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે સાકાર થશે. આજે પૂર્વ નગરપતિ વિપુલભાઇ ઉનાવાએ જાતે નગરપાલીકા ખાતે હાજર રહી જોગીદાસ ખુમાણના સ્ટેચ્યુની કામગીરીનો  શુભ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિપુલભાઇ ઉનાવા સાથે યુવા કોંગી આગેવાન હિતેષભાઇ જયાણી હાજર રહ્યા હતાં.  ખુબ જ ટૂંકા સમયમાં નગરપાલીકા પરિસરમાં જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુ આકાર પામશે.

(1:18 pm IST)
  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST