Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર જિલ્લા સહકારી બેંકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે મતદાન

૬ બેઠકો ઉપર ૧૪ ઉમેદવારો મેદાનમાં : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લા સહકારી બેંકની પ્રતિષ્ઠાભરી જંગમાં આજે મોટા માથાઓ મેદાને છે જેના માટે મતદાન શરૂ થયું છે જામનગરની ડીકેવી કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બેલેટ પેપરના માધ્યમથી આ મતદાન પ્રક્રિયા થયેલી છે છ બેઠકો ઉપર ૧૪ ઉમેદવારોની ચૂંટણી યોજાઈ રહી છે.

જેમાં ૩૦૦ જેટલા મતદારો મતદાન માટે ૬ બુથોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે. ખાસ આ મતદાન દરમિયાન ગુજસીટોકનાના આરોપી એવા પૂર્વ પોલીસ કર્મી વસરામ આહીર પણ મતદાન માટે પોલિસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા હતા.

આજે યોજાયેલી જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ઉપરાંત જીતુભાઈ લાલ સહિતના મોટા માથાઓ માટે મતદાન કરવામાં આવ્યું છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 pm IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST