Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર : બેટી બચાઓ બેટી પઢાઓઃ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જામનગર : બેટી બચાઓ બેટી પઢાઓૅ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગર પાલિકા જામનગરનાં સંયુકત ઉપક્રમે ૅદીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહનૅ વિષય પર શાળાએ જતી અને શાળા છોડી દીધેલ કિશોરીઓ સાથે કાર્યક્રમનું આયોજન કરેલ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવેલ તથા શાળા છોડી દીધેલ કિશોરીઓને શાળામાં પુનઃપ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી આપી, હાઈજીન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હંસાબેન ટાઢાણી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તથા જામનગર મહાનગર પાલિકાના આઈ.સી.ડી.એસ.શાખાના કર્મચારીઓ તથા કિશોરીઓ હાજર રહ્યા હતા.

(1:17 pm IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST