Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ખંભાળીયા લાયન્સ કલબ દ્વારા મકરસંક્રાતિ નિમિતે ત્રિવિધિ કાર્યક્રમો યોજાયા

 (કિશોરલાલ દ્વારા) ખંભાળીયા, તા. ૧૩ :  તાજેતરમાં લાયન્સ કલબ ખંભાળિયા દ્વારા મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને મૂળ ખંભાળિયા ના વતની હાલ લેસ્ટર સ્થિત શ્રી ચંદ્રેશભાઈ શ્રીમાનકર અને તેઓના શુભેચ્છક મિત્રો અને દાતાશ્રીઓ ના આર્થિક સહયોગથી  લાયન્સ કલબ ખંભાળિયા દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

સુપ્રસિદ્ધ જલારામ મંદિર , અન્નક્ષેત્ર ખાતે  જરૂરિયાત મંદ પરિવારોને  કડકડતી ઠંડી હોવાથી બ્લેન્કેટ નું વિતરણ કરવામાં આવેલ, તેમજ વિવિધ પ્રકારની  તલ,મગફળી તથા મમરા ની ચીકી નું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે લાયન્સ કલબના પ્રમુખ વિનુભાઇ બરછા ઘીવાળા એ  સૌને આવકારેલ,  લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર ધીરેનભાઈ બદીયાણી એ દાતા પરિવારનો પરિચય આપી આભારની લાગણી વ્યકત કરેલ, આ ઉપરાંત આ તહેવારને અનુલક્ષીને ગાયોને લાડવા વિતરણ પણ કરવામાં આવેલ, સંસ્થાના સેક્રેટરી મહેન્દ્રભાઈ જોષી એ બધી જ વ્યવસ્થા સંભાળેલ.  ડિસ્ટ્રિકટ ચેરમેન હાડાભા  જામ, ઘનશ્યામસિંહ જાડેજા, કવિન્દ્રભાઈ ગોકાણી તથા જલારામ મંદિરના શ્રી રમેશભાઇ લાલ  તેમજ વિનોદભાઈ પંચમતિયા એ ઉપસ્થિત રહી  વિતરણ વ્યવસ્થા ને સફળ બનાવેલ, મંદિરના પૂજારી શ્રી રસિકભાઈ એ દરેક  લાયન્સ કલબના સભ્યો તથા દાતાઓનો આભાર વ્યકત કરેલ, અત્રે ઉલ્લેખનીય છે કે લેસ્ટર સ્થિત શ્રી ચંદ્રેશભાઈ શ્રીમાનકર તથા તેઓના શુભેચ્છક મિત્રો દાતાઓ તરફથી નિયમિત રીતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે લાયન્સ કલબ ખંભાળિયા તથા અન્ય સંસ્થાઓને આર્થિક સહયોગ આપી માનવતાના ઉત્તમ કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહે છે, બ્લેન્કેટ તથા ચીકી મેળવી જરૂરિયાતમંદ પરિવારો એ ખૂબ જ આનંદ અને આભારની લાગણી વ્યકત કરેલ છે, તેમજ ગાયો તથા અન્ય પશુઓ ને લાડવા વિતરણ કરવાથી ગૌ પ્રેમીઓ એ પણ આનંદની લાગણી વ્યકત કરેલ છે.

(1:16 pm IST)
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST