Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ધ્રોલમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીની અટકાયત ચાઇનીઝ દોરી વાળી જુદી-જુદી ૧૧ ફીરકીઓ જપ્ત કરાઇ

ધ્રોલ તા. ૧૩ : ઉત્તરાયણ પર્વએ પહેલા રાજય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેંચાણ પણ પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું બહાર પાડ્યું હોય અને તેનો ચૂસ્તપણ અમલ કરાવવા માટે જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ ખાસ ચોકસાઇ રાખતી હોય ત્યારે ધ્રોલના ગાંધીચોકમાં ચાઇનીઝ દોરીનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે ગાંધીચોક ખાતે આવેલ રામ શોપીંગએ સેન્ટરમાં આવેલ 'સમય જનરલ સ્ટોર' નામની દુકાનમાં તલાસી લેતા આ દુકાનમાંથી ચાઇનીઝ બનાવટની પતંગની દોર મળી આવતા આ દોરીનું ગેરકાયદે વેંચાણ કરતા ધર્મેશભાઇ કાનજીભાઇ દલસાણીયા (રહે. ગજાનન સોસાયટી-ધ્રોલ)ની અટકાયત કરી છે.

આ ઉપરાંત તેની દુકાન ઉપરના વખારમાંથી ૧૧ જુદા-જુદા કલરની ચાઇનીઝ દોરીવાળી ફીરકીઓ પણ મળી આવી હતી જેને પોલીસે જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

ઉપરોકત જપ્ત કરાયેલ ચાઇનીઝ દોરીના ઉપયોગથી માણસો અને પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને અનેક કેસમાં મૃત્યુના દાખલા પણ છે. જેથી વહિવટીતંત્ર દ્વારા આવી દોરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે પરંતુ ઉપરોકત આરોપી શખસ જેવા અમુક વેપારીઓ ફકત પોતાના ધંધામાં નફો રળવા માટે આવી પ્રતિબંધીત વસ્તુઓનું વેંચાણ કરતા હોય છે, ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:15 pm IST)