Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

તળાજા હાઇવે પર કારની ગુલાંટ

ભાવનગરથી મહુવા જતા બેલીફનું મૃત્યુ

ભાવનગર તા.૧૩ : ભાવનગરના બે વકીલ અને એક મહુવા કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા કર્મચારી આજે સવારે ભાવનગરથી મહુવા જવા કાર લઈને નીકળ્યા હતા.તળાજાના પાંચ પીપળા ગામનજીક બાઈક સામે આવતા કાર ચલાવતા વકીલ યુવકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.જેમાં બેલીફ તરીકે ફરજ બજાવતા કર્મીનું મૃત્યુ થયેલ.કાર ચાલક વકીલ ને ઇજા થવા પામેલ. બનાવના પગલે કારચાલક વિરુદ્ઘ પુરઝડપે અને બે ફિકરાઈ થી કાર ચલાવવા બાબતે ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોતાની કારમાં કોઈ મિત્રને લિફ્ટ આપતા પહેલા સો વખત વિચાર કરી લે તેવી દુર્ઘટના આજે તળાજા નજીક બની છે.જેની અલંગ પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ ભાવનગરના નારી ચોકડી,સવગુણનગર ખાતે રહેતા હિતેશભાઈ નારણભાઇ મારું ઉ.વ.૩૫ એ નોંધાવેલ ફરિયાદ માં આજે સવારે પોતાના ભાઈ અમિતભાઈ મારું તેઓ મહુવા કોર્ટ ખાતે બેલીફ તરીકે ફરજ બજાવે છે.તેઓ એડવોકેટ નીતિનભાઈ ગોવિંદભાઈ નાગર ની નિશાન માઈક્રા કાર નં. જીજે-૦૪-સિજે-૫૨૩૮ મા બેસી મહુવા રવાના થયા હતા.કારમાં ત્રીજા વ્યકિત ગૌતમભાઈ ભવાનભાઈ મારું પણ હતા.

કાર તળાજાના પાંચ પીપળા પાસે પહોંચી એ સમયે સામેથી આવતા બાઈકને ચાલક જોઈ જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટીખાઈ ગયેલ.જેમાં સ્થળ પરજ બેલીફ અમિતભાઇ મારુંનું મૃત્યુ થયેલ.ચાલક નીતિનભાઈને ઇજા થતાં તેઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બે ફિકરાઈ પૂર્વક કાર ચલાવી,અકસ્માતે પલ્ટી ખાઈજવી અને બેલીફ નું મૃત્યુ બદલ હિતેશભાઈ મારુની અલંગ પોલીસે નીતિનભાઈ નાગર વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે.

નોંધનીય છેકે બનાવ ની જાણ તળાજા વકીલ મંડળ અને જજને થતા જજ ડોડીયા અને સોની સ્થળ અને હોસ્પિટલ ખાતે દોડી આવી માનવતાના દર્શન કરાવ્યા હતા.આફ્ટગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.

(12:13 pm IST)