Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સોમનાથ મંદિર સાનિધ્યે ૧૦ કરોડના ખર્ચે બનતુ સાંસ્કૃતિક કલાકેન્દ્ર :

પ્રભાસપાટણ : બાર જયોર્તિલીંગમાંનું પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ દર્શન સાથે યાત્રિકો કલા પણ માણી શકે તે માટેનું આયોજન પવિત્ર ભૂમી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી સાંસ્કૃતિક કલાકેન્દ્ર બનાવવાની કામગીરી હાથ ધરી છે અને હાલ તેની કામગીરી પણ પૂર જોશમાં શરૂ છે. સોમનાથ ત્રિવેણી સંગમ તરફ જતો રોડ અને પાર્કિંગમાંથી બહાર જતા રોડ પાસે આવેલ જગ્યામાં મંદિર જેવુ ૩ માળનું ભવ્ય બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ થયેલ છે અને હાલમાં તેની પાયાની કામગીરીની શરૂઆત થાય છે. આ બાબતે મળતી માહિતી મુજબ સોમનાથ આવતા યાત્રિકો અને યુવાનોને કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવે અને યાત્રિકો સોમનાથના દર્શન સાથે કલાથી પણ પરિચીત થાય એ માટે સોમનાથમાં સંસ્કૃતિને કલા કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે ટ્રસ્ટી હર્ષવર્ધન નિવેટીયાએ પાંચ કરોડ જેટલુ દાન આપેલ છે અને ૩ માળનું બિલ્ડીંગ બને તો ૧૦ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે જેથી હાલમાં આ કામગીરી ૧૦ કરોડના બજેટને ધ્યાને રાખી શરૂ કરેલ છે. આ કેન્દ્રમાં વિવિધ કલાઓમાં નાટક, નાટીકય, સંગીત, ચિત્ર વગેરે તેમજ સંગીતચિત્ર વગેરે સેમીનાર તેમજ પ્રેકટીસ વર્કસ કરી શકે છે તે માટે હોલ હશે તેમજ લોકસાંસ્કૃતિને લગતા સ્ટોલ તેમજ પ્રતિકૃતિઓ પણ હશે સાથે સાથે જૂના સિકકાઓ, ટપાલ ટિકીટ અને વાસણો પણ મૂકાશે જેથી એક મોટુ કલાકેન્દ્ર સોમનાથમાં જ યાત્રિકોને મળી રહે તે માટેનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

(11:59 am IST)