Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ટંકારાના ગજડી ગામ નજીક સાબુ કારખાનાથી ફેલાતું પ્રદુષણ : પ્રદુષણ બોર્ડ અને મામલતદારને કરી ફરિયાદ

 

ટંકારા તાલુકાના ગજડી ગામ પાસે સાબુના કારખાના દ્વારા પ્રદુષિત પાણીનો નિકાલ કરીને પ્રદુષણ ફેલાવતા હોવાની લેખિત ફરિયાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ટંકારા મામલતદારને કરવામાં આવી છે

ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રાગજીભાઈ મનુભાઈ ડાંગરે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મામલતદારને પાઠવેલ લેખિત આવેદનમાં જણાવ્યું છે કે ગજડી ગામે ખેતી કરીને ગુજરાન ચલાવે છે તેની ખેતીની જમીન આવેલી છે જે વાડી ઘુનડા (ખા) થી નેસડા રોડ પર આવેલ છે વાડીની બાજુના ખરાબમાં સાબુ બનાવવાનું કારખાનું છે તેનું પ્રદુષિત પાણી ખરાબામાં ઠાલવતા હોય છે

જેથી વાડીએ આવેલ કુવામાં પાણી ખરાબ થાય છે અને વાડીની જમીન ફળદ્રુપતા ઓછી થવાનો ભય છે કારખાનું ચાલુ હોય ત્યારે તેમાંથી પ્રદુષિત ધુમાડો નીકળતો હોય છે જે પ્રદુષિત ધુમાડાથી પાકને નુકશાન પહોંચે છે જેથી પ્રદુષણ મામલે યોગ્ય કરવામાં આવે અને ખેડૂતને થતું નુકશાન અટકાવવા યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

(9:47 pm IST)