Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

મોરબીના શનાળા બાયપાસ નજીક ડમ્પરની ઠોકરે બાઈકસવાર દંપતીને ઇજા

મોરબીના શનાળા રોડ પરના રહેવાસી અરજણભાઈ સવજીભાઈ મેરજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૮-૧૨-૧૯ ના રોજ ફરિયાદી અને તેના પત્ની મોટરસાયકલ નં જીજે ૦૩ એએફ ૪૪૮૪ લઈને મોરબી તરફ આવતા હોય ત્યારે ડમ્પર નં જીજે ૩૬ ટી ૩૭૭૫ ના ચાલકે ડમ્પર અથડાવતા મોટરસાયકલ સવાર દંપતીને ઈજા પહોંચી છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

(1:02 am IST)