Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

સૌરાષ્ટ્રના ૧૬ એસો વચ્ચે રાજકોટમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં મોરબી સિરામિક એસો ટીમ વિજેતા

ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મોરબી સિરામિક એસો અને જવેલર્સ એસો વચ્ચે રમાઈ હતી

મોરબી :રાજકોટ ખાતે એક્રોલોન્સ ક્લબ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ૧૬ એસોસીએશન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં મોરબીના સિરામિક એસોસિએશને ડંકો વગાડીને ફાઈનલ મેચ જીતી ટ્રોફી પોતાના નામે કરી છે

રાજકોટ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન મેડીકલ એસો, મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસો. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો, ફાઈનાન્સ એસો, સીએ એસો, જૈન બિઝનેશ ઓર્ગેનાઈઝેશન, રાજકોટ બિલ્ડર્સ એસો, રાજકોટ ડેન્ટલ એસો, ઇન્ડિયન ડેન્ટલ એસો, જવેલર્સ એસો, પંપ ક્લબ, આઈ.આઈ.આઈ.ડી, બીએનઆઈ, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો, રાજકોટ આઈટી એસો અને મોરબી સિરામિક એસો એમ ચાર ગ્રુપમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો

જે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મોરબી સિરામિક એસો અને જવેલર્સ એસો વચ્ચે રમાઈ હતી જેમાં મોરબી સિરામિક એસો ટીમના યજ્ઞેશભાઈ આદ્રોજા અને કૌશિકભાઈ કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ મોરબીની ટીમે ઉત્કૃષ્ટ રમત રમીને ફાઈનલમાં વિજેતા બની હતી અને સૌરાષ્ટ્રના વિવિધ એસો વચ્ચે આયોજિત ટુર્નામેન્ટમાં મોરબી સિરામિક એસો ટીમે ડંકો વગાડ્યો હતો

(1:00 am IST)