Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

જેતપુરમાં ચાઈનીઝ તુક્કલ પડતા બંધ મકાન બળીને ખાખ :બાજુના સાડીના ગોડાઉનમાં પણ આગ ભભૂકી

જેતપુર : અહીંના એમ,જી રોડ પર આવેલ એક બંધ મકાનમાં ચાઈનીઝ તુક્કલ પડતા આખુ મકાન બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળે છે આ આગની જવાળાઓ પ્રસરતા બાજુમાં આવેલ સાડીના ગોડાઉન સુધી આગ પહોચી ગઈ હતી.જોકે  સાડી ગોડાઉન માલીકે સમય સુચકતા વાપરી માલ-સામાન દુકાનમાંથી ખસેડી લેતા મોટી ઘાત ટળી હતી.આગના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

(12:02 am IST)