Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ધારીના દલખાણીયા આસપાસ જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વનકર્મીઓનું હવામાં ફાયરિંગ : પાંચ વાહનો અને 25 લોકોની અટકાયત :વનકર્મીઓ સાથે માથાકૂટ

અમરેલી : ધારીનાં દલખાણીયા ગામની આપપાસ આરક્ષીત  જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવા બાબતે પ્રવાસી અને વનકર્મીઓ વચ્ચે બબાલ થઇ હતી. જ્યારે ગેરકાયદે સિંહ દર્શન કરી પરત ફરી રહેલ 5 વાહનોને વનવિભાગે પકડ્યા ત્યારે પ્રવાસીઓને બચાવવા વનવિભાગ સાથે સ્થાનિકોએ માથાકૂટ કરી હતી.ત્યારે સ્થાનિકોથી બચવા વનકર્મીઓએ હવામાં ફાયરિંગ કર્યુ હતું.  આ મામલે આખરે વનવિભાગે 5 વાહનો સાથે 25 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:51 pm IST)