Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ગોંડલમાં ભુવનેશ્વરી પીઠમાં ચાલતી 40 વર્ષ જૂની પોસ્ટઓફિસ બંધ કરવાની હિલચાલનો ઉગ્ર વિરોધ

હજારો બચત ખાતાઓ અને લાખોની આવક અને માત્ર એક રૂપિયાના ટોક્નભાડે ચાલતી પોસ્ટઓફિસના મામલે ચેમ્બર દ્વારા રજૂઆત

ગોંડલ ;ગોંડલની વિખ્યાત ભુવનેશ્વરી પીઠમાં ચાલતી 40 વર્ષ જૂની પોસ્ટ ઓફિસ બંધ કરવાની હિલચાલ સામે ઉગ્ર વિરોધ થયો છે આ પોસ્ટ ઓફિસમાં હજારો બચત ખાતાઓ છે અને લાખોની આવક કરી આપે છે ત્યારે આ પોસ્ટ ઓફિસનું સ્થાનાંતર કે મર્જર કરવું હિતાવહ નહિ હોવાનું લોકો માની રહ્યાં છે

   મહાદેવવાડી વિસ્તારમાં ભુવનેશ્વરી માતાજી પીઠ સંકુલમાં સબ પોસ્ટ ઓફીસ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે ત્યારે જૂની પોસ્ટ ઓફિસને પોસ્ટ તંત્ર દ્વારા નીતિ વિષયક ધારા-ધોરણોનો હવાલો આપીને સ્થળાંતર કરવા અથવા મર્જ કરવાની હિલચાલ કરાતા સ્થાનીકોમાં વિરોધ ઉઠ્યો છે ભુવનેશ્વરી પીઠની સબ પોસ્ટ ઓફીસમાં હજારો બચત ખાતા છે તેમજ લાખો રૂપિયાની આવક રળી આપતી આ પોસ્ટ ઓફીસ બંધ કરી દેવાની હિલચાલને પગલે ગ્રાહકોમાં રોષ જોવાયો છે માત્ર એક રૂપિયાના નજીવા ટોકન રેટથી તેમજ કોઈપણ જાતના નિભાવ ખર્ચ વગર ચાલતી જૂની પોસ્ટ ઓફીસ તેના નિયત સ્ટાફના વર્કલોડથી પણ વધારે કલાકોની હોવા છતાં તેમજ કોઈપણ જાતની ચકાસણી તેમજ ઓફિસની આવકના આંકડા ધ્યાનમાં લીધા વિના જ બંધ કરવાના નિર્ણય સામે ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સે પણ આ મામલે રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી

  આ મામલે આ પોસ્ટ ઓફીસના જ નિવૃત્ત કર્મચારી નામ ન આપવાની શરતે જણાવે છે કે એક કિમી રેન્જમાં આવતી સબ પોસ્ટ ઓફીસને મર્જ કરવાની સૂચના છે જોકે, એ સૂચના વર્કલોડ ના રહેતો હોય અથવા તો આવક ના થતી હોય તેવી પોસ્ટ ઓફીસ માટે લાગુ પડે છે પરંતુ આ પોસ્ટ ઓફિસમાં તો વર્કલોડ પણ રહે છે તો વાર્ષિક આવક પણ લાખોમાં થાય છે ત્યારે તેને મર્જ કરવા કે સ્થળાંતર શા માટે કરવી જોઈએ તેવો ગ્રાહકોમાં રોષ વ્યાપી ગયો છે.

(8:01 pm IST)