Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

જામનગરની વિધવા મહિલાને પૈસાદાર બનાવી દેવાની લાલચ આપી 40 લાખની છેતરપિંડી

હીરાના વેપારમાં નફો કમાઈ લેવાની લાલચે વૃધ્ધા ઠગ ટોળકીની જાળમાં ફસાઈ: જયેશ પટેલ અને અન્ય સાથે પરિચય થયો અને હીરાના વેપારમાં જંપલાવાની સલાહ આપીને રૂપિયા ઓળવી જવાયા

જામનગર ;જામનગરના સુખી પરિવારના વિધવાને વધુ પૈસાદાર બનાવવાની લાલચ આપીને 40 લાખની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા વિધવાને રફ હીરાનો વેપાર કરી વધુ પૈસાદાર બનાવી દેવાની લાલચ આપીને રૂપિયા ૪૦ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે

   દિગ્વિજય પ્લોટમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ચેતનાબેન પદ્મનાથ નામની વિધવા પોતાનો સમય ધાર્મિક કાર્યોમાં વિતાવતા હતા, ભત્રીજી સાથે રહેતા વિધવા જીવન વિતાવતા આ વૃધ્ધાને દાદા ભગવાન સંપ્રદાયના સત્સંગ દરમિયાન જયેશ ચુનીલાલ પટેલ નામના શખ્શ તથા અન્ય સીનીયર સીટીઝન સાથે પરિચય થયો હતો અને જયેશભાઈએ તેમને હીરાના વેપારમાં ઝંપલાવવાની સલાહ આપીને સારા પ્રોફિટની લાલચ આપી હતી.

   હીરાના વેપારમાં નફો કમાઈ લેવાની લાલચે વૃધ્ધા ઠગ ટોળકીની જાળમાં ફસાઈ હતી અને જયેશભાઈએ તેમની મુલાકાત નીકુલ વિઠ્ઠલદાસ વાદી, જયંતી મોલીયા, એચપી શાહ નામના વ્યક્તિ અને રાકેશ વાદી સાથે કરાવી રફ હીરાના ધંધાની સમગ્ર પોલીસીથી તેમને વાકેફ કરાયા હતા ત્યારબાદ વૃધ્ધાએ  ૪૦ લાખની રકમ ધંધા માટે તમામ ચેકથી આપી હતી આઠ મહિનાનો સમયગાળો થવા આવ્યા છતાં તમામ શખ્શોએ ધંધાની પ્રોફિટ કે ધંધાનો હિસાબ નહિ આપતા ચેતનાબેને જયેશભાઈનો સંપર્ક કરતા તેની પાસેથી યોગ્ય જવાબ નહીં મળતા તમામ સામે વૃધ્ધાએ સીટી એ ડીવીઝન પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે,    

વૃધ્ધાએ ફરીયાદમાં વધુ જણાવ્યું છે કે સારા વળતરની લાલચ આપી જયંતી મોલીયા અને મહેક ઓટો મોબાઈલના નામે રોકડ અને ચેકથી રકમ ચૂકવી દીધી હતી લાખોની છેતરપીંડી અંગે વૃદ્ધાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે.

(6:35 pm IST)