Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

પદ્માવત ફિલ્મને ગુજરાત રાજ્યમાં બેન લગાવવાના ગુજરાત સરકારના નિર્ણયને આવકારવા માટે મોરબીમાં કરણી સેનાએ ફટાકડા ફોડી ઉજવણી કરી

મોરબી:પદ્માવત ફિલ્મને ગુજરાત રાજ્યમાં બેન લગાવવાના ગુજરાત સરકારના નિર્ણયને આવકારવા માટે આજે મોરબી જીલ્લા કરણી સેનાના પ્રમુખ ઓમદેવસિંહ જાડેજા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ કરણી સેનાના કાર્યકરો નટરાજ ફાટક પાસે એકત્ર થયા હતા જ્યાં ફટાકડા ફોડીને સરકારના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો તેમજ વાઘજી બાપુની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. 

(11:21 am IST)
  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છે જ access_time 11:48 am IST