Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

લખધીરપુર રોડ પર ટ્રેલરના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત

મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલરના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ માળીયાના રહેવાસી અને હાલ લખધીરપુર ગામના ખોડીયારવાસમાં રહેતા ભાવેશ ભીમાભાઇ પાટડીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન પોતાના મોટરસાયકલ નં જીજે ૦૩ સીએમ ૯૨૮૫ લઈને લખધીરપુર રોડ પરથી જતો હોય જે દરમિયાન સામેથી આવતા ટ્રેલર નં આરજે ૫૨ જીએ ૦૯૩૨ સાથે બાઈકની ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં બાઈક સવાર યુવાન ભાવેશ ભીમા પાટડીયા નું ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસના હકાભાઇ ચૌહાણ સ્થળ પર પહોંચી વધુ તપાસ ચલાવી હતી તેમજ ટ્રેલરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. 

(11:20 am IST)