Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જેતપુરના પીઠડીયા ગામે ખેડૂત અગ્રણી સહિત ત્રણ દારૂની મહેફીલ માણતા પકડાયા

ચેતન ગઢીયા, કરમણ રાઠોડ અને ચેતન ધોરાજીયાની દારૂની બોટલ સાથે ધરપકડઃ વાડી માલીક ચિરાગ બોરડની શોધખોળ

જેતપુર તા. ૧૩: જેતપુરના પીઠડીયા ગામે વાડીમાં દારૂની મહેફીલ માણતા  ખેડુત સમાજ આગેવાન સહિત ત્રણને વિરપુર પોલીસે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ની સુચનાથી ડી.વાય.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિરપૂર પી.એસ.આઇ.આર. એ. ભોજાણી ો સ્ટાફ ભોળાભાઇ ગોહેલ,ધીરેન્દ્રભાઇ વાઘેલા , પરેશભાઇ સિંઘવ પરાક્રમસિંહ ચુડાસમા નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન પીઠડીયા ગામની સીમમાં આવેલ ચિરાગ વસંતભાઇ બોરડની વાડીમાં દારૂની મહેફીલ ચાલતી હોવાથી બાતમીના આધારે વાડીમાં રેઇડ કરતા દારૂની મહેફીલ માણતા ખેડુત સમાજના આગેવાન ચેતન બટુકભાઇ ગઢીયા, કરમણ કાનાભાઇ રાઠોળ, ચેતન વલ્લભભાઇ ધોરાજીયા, (રહે. ત્રણેય પીઠડીયા)ની દારૂની બોટલ સાથે ધરપકડ કરેલ જ્યારે વાડી માલીક ચિરાગ બોરડ હાથમાં નહી આવતા વિરપુર પોલીસે ચારેય શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી ચિરાગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:13 pm IST)